Get The App

માત્ર વ્યાજ ને દંડ માટે નોટિસ આપી હોય તેને વેરામાફીનો લાભ મળવો જોઈએ

વેરો જમા કરાવ્યો હોય તેને વેરા માફીનો લાભ આપવા સીબીઆઈસીએ સ્પષ્ટતા કરી

દંડ અને પેનલ્ટી માટે જ નોટીસ મળી હોય તેવા કરદાતાને રાહત આપવા જણાવ્યું

Updated: Feb 11th, 2025


Google NewsGoogle News
માત્ર વ્યાજ ને દંડ માટે નોટિસ આપી હોય તેને વેરામાફીનો લાભ મળવો જોઈએ 1 - image



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીએ વેરાની રકમ જમા કરાવી દીધી હોય અને તેને માત્ર વ્યાજ અને પેનલ્ટી માટે સીજીએસટી એક્ટની કલમ ૭૩ હેઠળ નોટિસ આપવામાં આવી હોય કે પછી તેની સામે ડિમાન્ડ ઓર્ડર કાઢવામાં આવ્યા હોય તો તેવા સંજોગોમાં જીએસટીનું રજિસ્ટ્રેશન ધરાવતી વ્યક્તિએ વેરાની રકમ કે પછી સીજીએસટી એક્ટની કલમ ૧૨૮-એ હેઠળ મળવો જોઈએ.

કાયદાકીય જોગવાઈના દાયરામાં રહીને જ કામ કરનારાઓ સામે ઉદાર વલણ અપનાવવું જરૃરી 

આમ કરદાતાએ ભરવાપાત્ર સંપૂર્ણ વેરો જમા કરાવી દીધો હોય અને તેણે વ્યાજ કે પછી દંડની જ રકમ ભરવાની બાકી હોય અને તેને લગતો વિવાદ થયો હોય તો તેવા સંજોગોમાં તે વેપારી સીજીએસટી એક્ટની કલમ ૧૨૮-એની જોગવાઈ હેઠલ વેરા માફીનો લાભ મેળવવાને પાત્ર બને છે એમ સીબીઆઈસીએ કરેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. 

આ જ દ્રષ્ટિકોણ સાથે વિચારવામાં આવે વેરા કચેરીના અધિકારીઓએ અપીલ કરી છે તેવા એક માત્ર કારણસર કે પછી સરકારી કચેરી કેસ માંડવામાની તૈયારી હેઠળ હોવાથી જ તેને વેરા માફીના લાભ ન મળે તેમ હોય તો તે વેપારી કે કરદાતાને તે લાભ અપાવવા જોઈએ. સરકારે આ નવી જોગવાઈ દાખલ કરીને જીએસટીના વેપારીઓ દ્વાર કરવામાં આવતા કેસની સંખ્યામાં ઘટાડો પણ થઈ જવો જોઈએ. 

કલમ ૧૨૮-એ દાખલ કરવા પાછલનો મૂળભૂત હેતુ પણ સરકાર સામેના કેસોમાં ઘટાડો કરવાનો જ છે. માત્ર ટેકનિકલ કારણે આગળ કરીને જીએસટી રજિસ્ટર્ડ વેપારીને વેરા માફીના લાભતી વંચિત રાખી શકાય જ નહિ. તેમાંય ખાસ કરીને આઈજીએસટી અને સીજીએસટમાં કરવામાં આવેલી જોગવાઈના અનુસંધાનમાં વ્યાજની ગણતરી કરવાાં ભૂલ થઈ હોય કે પછી તેમ જ ખોટી રીતે દંડ કે સજા કરવામાં આવી હોય અથવા તો તેના અનુસંધાનમાં  વ્યાજની ગણતરી કરવામાં ભૂલ થઈ હોય  અને કરદાતાએ કલમ ૧૨૮-એમાં કરવાાં આવેલી જોગવાઈનું સંપૂર્ણ પાલન કર્યું હોય તો તેવા સંજોગોમાં તેને માટે તૈયાર કરવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાકીને અપીલના કેસો ફાઈલ કરવા જોઈએ.


Google NewsGoogle News