ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કર્યા બાદ હવે રિફંડ પર સૌની નજર, આ રીતે ઓનલાઈન ચેક કરો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ITR Refund Status

Image: FreePik


Income Tax Return Refunds: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ હવે કરદાતાઓની નજર તેમાં મળનારા રિફંડ પર છે. મોટાભાગના કરદાતાઓનો પ્રશ્ન છે કે, રિફંડ ક્યારે આવશે? તો જણાવી દઈએ કે, રિફંડ આઈટી રિટર્ન ફાઈલ કર્યાના એક મહિનાની અંદર આવી જાય છે. અને જો નિર્ધારિત સમય મર્યાદામાં રિફંડ ન મળે તો તમને ઈન્કમ ટેક્સ વિભાગ વ્યાજ સાથે ચૂકવણી કરવા તૈયાર હોય છે.

નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ રિફંડનું સ્ટેટસ તમે ઈનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ incometax.gov.in પરથી ચકાસી શકો છો. આ સિવાય તમે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી (NSDL)ની વેબસાઈટ પરથી પણ ચેક કરી શકો છો.

રિફંડ ચેક કરતાં પહેલાં આટલી વસ્તુઓ ભેગી કરો

1. માન્ય આઈડી અને પાસવર્ડ, કે જેની મદદથી ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવાનું રહેશે

2. પાનકાર્ડ અને આધાર કાર્ડ સાથે જ રાખો

3. તમારી પાસે ફાઈલ કરેલા આઈટીઆરનો એક્નોલેજમેન્ટ નંબર પણ હોવો જોઈએ

આ પણ વાંચોઃસરકારે કરદાતાઓને રાહત આપી, પ્રોપર્ટી પર ઇન્ડેક્સેશનનો લાભ જાળવી રાખ્યો, આ રીતે થશે ફાયદો

આ રીતે ઈન્કમ ટેક્સ રિફંડ ફાઈલ કરો

- ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ incometax.gov.in પર તમારા આઈડી અને પાસવર્ડથી લોગઈન કરો

- ઈ-ફાઈલ ટેબ પર ક્લિક કરી ઈન્કમ ટેક્સ રિટર્ન અને વ્યૂ ફિલ્ડ રિટર્ન્સ પર ક્લિક કરો

- તમે આકરણી વર્ષ અર્થાત અસેસમેન્ટ યરની પસંદગી કરી રિફંડ સ્ટેટ્સ ચકાસી શકો છો.

NSDL વેબસાઈટ પર આ રીતે ચેક કરો

NSDLની વેબસાઈટ પર તમારે પાન નંબર અને અસેસમેન્ટ યર નાખી કેપ્ચા કોડ ઉમેરવાનો રહેશે, બાદમાં ક્લિક પ્રોસિડ પર ક્લિક કરવાથી રિફંડની વિગતો દેખાશે.

રિફંડ ન આવે તો ઈમેઈલ ચેક કરો

રિફંડ મેળવવા માટે તમારુ ટેક્સ રિટર્ન ઓનલાઈન વેરિફાઈ થયેલુ હોવુ જોઈએ. સામાન્ય રીતે રિફંડ ચારથી પાંચ અઠવાડિયામાં જમા થાય છે. જો આ સમયમર્યાદા પણ રિફંડ જમા ન થાય તો તમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ટેક્સ રિટર્નમાં આવી રહેલી સમસ્યાઓ વિશે એક ઈમેઈલ આવશે.


  ઈન્કમ ટેક્સ રિર્ટન ફાઈલ કર્યા બાદ હવે રિફંડ પર સૌની નજર, આ રીતે ઓનલાઈન ચેક કરો 2 - image


Google NewsGoogle News