ITR ફાઈલ કરતી વખતે આ કામ ન ભૂલતાં નહીંતર આવશે ઈનકમ ટેક્સની નોટિસ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Tax Filling 2024


Tax Filing 2024: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ ન કરી હોય તો હવે કરી દેજો. 31 જુલાઈ સુધી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાશે. કારણકે, છેલ્લી ઘડીએ આઈટીઆર ફાઈલ કરતી વખતે ભૂલો થવાની અને અમુક દસ્તાવેજો ન મળવાની સમસ્યા સર્જાતી હોય છે. આજે અમે તમને રિટર્ન ફાઈલ કરતી વખતે જરૂરી ફોર્મ અને વિગતો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ...

રિટર્ન ફાઈલ કરતી વખતે તમારે ફોર્મ 26 એએસ અને એન્યુઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) અપલોડ કરવુ જરૂરી છે. જેમાંથી તમને ટીડીએસ અને અન્ય ફાઈનાન્સિયલ ટ્રાન્જેક્શન વિશે વિગતો મળી શકે છે. જેની મદદથી સરળતાથી આઈટીઆર ફાઈલ થઈ શકે છે.

AIS કેવી રીતે ડાઉનલોડ કરશો?

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની સત્તાવાર રિટર્ન ફાઈલિંગ વેબસાઈટ પરથી AIS એક્સેસ કરી શકો છે. જેમાં તમારે www.incometax.gov.in ની મુલાકાત લઈ લોગઈન કરવાનું રહેશે. જેમાં હોમપેજ પર AIS પર ક્લિક કરો. બાદમાં બે ટેબ-ઈન્સ્ટ્રક્શન્સ અને AIS દેખાશે. જેમાં ઈન્સ્ટ્રક્શન્સ અર્થાત સૂચનાઓ વાંચ્યા બાદ તમે AIS પસંદ કરી શકો છો. ત્યારબાદ તે ડાઉનલોડ કરી શકો છો. યુઝર આઈડી અને પાસવર્ડ માટે તમારે પાન અને ડેટ ઓફ બર્થ રજૂ કરવાની રહેશે.

AISમાં આ વિગતોની ચકાસણી કરો

ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે તમામ આવક અને જાવક વિશે જણાવવુ જરૂરી છે. તમારા દરેક નાણાકીય વ્યવહારો અને ટીડીએસ વિશે જાણકારી આપવી આવશ્યક છે. જેનાથી આઈટીઆર ફોર્મ ભરતી વખતે કોઈ માહિતી ભૂલી નહીં જવાય. AIS અને ફોર્મ 26 એએસમાં કરદાતાઓના ટ્રાન્જેક્શનનો સંપૂર્ણ ઈતિહાસ હોય છે. આથી તેને ચકાસી બરાબર વાંચી આઈટીઆર ફોર્મ ભરવુ જોઈએ.

જો AISમાં ખોટો ડેટા મળે તો તેને સુધારવો પડશે

જો તમને ફોર્મ-16, 26AS અને AISમાં કોઈ ડેટા ખોટો લાગે, તો તમારે આવકવેરા વિભાગના પોર્ટલ પર તેના વિશે જાણ કરવી પડશે. AIS પાસે ફરિયાદો સંભાળવા માટેની સિસ્ટમ છે. તેનો ઉપયોગ કરવા માટે પહેલા આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવું પડશે. બાદમાં માહિતીની ચકાસણી કર્યા પછી, જો તમને ખોટો ડેટા દેખાય, તો તેની જાણ કરી શકો છો.

કેવી રીતે ફરિયાદ કરવી?

જો તમને AISના ભાગ B માં કોઈ ભૂલ જણાય તો તમે ફરિયાદ કરી શકો છો. ભાગ Bમાં કરદાતાની આવક, TDS, નિર્દિષ્ટ નાણાકીય વ્યવહારો વગેરેનો સમાવેશ થાય છે. ફરિયાદ કરવા માટે તમારે 'બલ્ક ફીડબેક' પસંદ કરવું પડશે. પછી ખોટી માહિતીનું ચોક્કસ ટ્રાન્ઝેક્શન પસંદ કરવું પડશે જેમાં તમને ભૂલ જોવા મળી છે. બાદમાં 'Continue' પર ક્લિક કરવાનું રહેશે. ફીડબેક ડ્રોપડાઉન મેનુમાં ફરિયાદનું કારણ જણાવવાનું રહેશે. ત્યારબાદ 'સબમિટ' પર ક્લિક કરવાનું રહેશે. જો તમારી ફરિયાદ સ્વીકારવામાં આવે છે, તો બાદમાં ફરી સુધારેલુ AIS ડાઉનલોડ કરી આઈટીઆર ભરવાનું રહેશે.

  ITR ફાઈલ કરતી વખતે આ કામ ન ભૂલતાં નહીંતર આવશે ઈનકમ ટેક્સની નોટિસ 2 - image


Google NewsGoogle News