Get The App

ટેક્સ ચોરી કરનારા એલર્ટ થઈ જાઓ! 'ટેક અને ટ્રેસ મિકેનિઝમ' તમારી પોલ ખોલી શકે!

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
ટેક્સ ચોરી કરનારા એલર્ટ થઈ જાઓ! 'ટેક અને ટ્રેસ મિકેનિઝમ' તમારી પોલ ખોલી શકે! 1 - image


Budget 2025 Explainer: કેન્દ્ર સરકાર દ્વારા ગઈકાલે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા જીએસટી કાઉન્સિલની કેટલીક કાયદાકીય ભલામણોના આધારે ફેરફારો સૂચવવામાં આવ્યા છે. જેમાં કેટલીક ચીજવસ્તુઓને ધ્યાનમાં લેતાં વ્યાપક કરચોરી ઘટાડવા તેમજ કોર્ટ કેસો સંબંધિત કાયદાકીય બાબતો ઉપર ફોકસ કરવામાં આવેલ છે. તદુપરાંત વેપારીઓની મુશ્કેલીઓ દુર કરવા માટે પણ જીએસટી કાયદામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. 

જીએસટી કાયદામાં થયેલા ફેરફારો

1. ગતમહિને પાંચ તારીખે રજૂ કરાયેલા જાહેરનામા ક: 4 હેઠળ સરકાર દ્વારા ગુટખા, તમાકુ, પાન મસાલા જેવી વિવિધ ચીજો માટે જીએસટીની કલમ 148 હેઠળ પેકિંગ મશીનરી અને ઉત્પાદનની વિગતો તેમજ ચાર્ટર્ડ એન્જીનીયરનું પ્રમાણપત્ર ઠરાવેલ ફોર્મ SRM-VIIIII જમા કરવાનું ફરમાન છે. હવે કેટલીક ચીજ વસ્તુઓમાં થતી કરચોરી અટકાવવા માટે જીએસટીના કાયદાની નવી સુચિત કલમ 148-એમાં સરકારને એવી સત્તાઓ આપવામાં આવશે કે જેનાથી ટ્રેક અને ટ્રેસ મિકેનિઝમ' શરૂ કરવામાં આવે અને જરૂર પડે અને કરચોરીની સંભાવના વધારે હોય તેવા ગુડઝ પેકેટ ઉપર તમામ જરૂરી વિગતો વાળું એક યુનિક આઈડેન્ટિફિકેશન માર્કિંગ લગાડવામાં આવે અને ત્યારબાદ તેને છેકથી છેક ટ્રેક કરવામાં આવે જેથી કરચોરી ઘટાડી શકાય. આવો માર્ક ઉખાડી ન શકાય. આ અંગેના નિયમો ટૂંકસમયમાં જાહેર થશે. આ પદ્ધતિના અમલ માટે માલ સપ્લાયર, વહન કરનારા અને સંગ્રહ કરનારાનો રેકોર્ડ બનાવવાનો રહેશે. તેમજ તેમાં જરૂરી માહિતી પૂરી પાડવાની રહેશે.

આ કલમની જોગવાઈઓનો અમલના થવાના કિસ્સામાં દંડકીય કાર્યવાહી કરી શકાય તે માટે કાયદામાં નવી કલમ 122-બી ઉમેરવામાં આવશે. તે મુજબ કાયદામાં ઠરાવેલ અન્ય દંડ ઉપરાંત રૂ એક લાખ અથવા વેરાના 10% જેટલી રકમ, એ બે પૈકી જે રકમ વધુ હશે તેટલો દંડ વેપારીએ ભરવાનો થશે..

2. જ્યારે કલમ 129 ને લગતા કોઈ આદેશમાં માત્ર દંડ આકારવામાં આવેલ હોય ત્યારે તેની પ્રથમ અપીલ ફાઈલ કરવાના કિસ્સામાં ડાઉન પેમેન્ટની રકમ ઘટાડવાની ભલામણ  જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. હવે, વેપારીએ આ માટે માત્ર 1૦% રકમ ભરવાની રહેશે. પરંતુ કેટલાક લોકો એવું અર્થઘટન કરી રહ્યા છે કે 129 સિવાયના કેસોમાં પણ ઓછામાં ઓછા 1૦% ભરવાના રહેશે. જે અર્થઘટન એટલા માટે પણ સાચું માનવાપાત્ર જણાતું નથી. કારણકે કાયદામાં હાલ એવી કોઈ જોગવાઈ નથી.

આ પણ વાંચોઃ નાણામંત્રી નિર્મલાના બજેટમાં રેલવેનો ઉલ્લેખ જ નહીં, ફંડની ફાળવણીમાં 1 રૂપિયો પણ ન વધાર્યો!

3. જ્યારે કોઈ કિસ્સામાં વેરી ઉઘરાવવાનો ન થતો હતો અને ઉઘરાવેલો હોય તો હવે તેનું રિફંડ મળવાપાત્ર થશે નહીં.

4. અનુસૂચી-3ના ફકરા 8 પછી નવી પેટા-એન્ટ્રી (ચચ) દાખલ કરવી, તે મુજબ નિકાસ થાય કે ડોમેસ્ટિક ટેરીફ એરિયામાં વેચાય તે પહેલાં ફી-ટ્રેડ ઝોનમાં વેરહાઉસ કરેલ હોય ગુડ્ઝનો કોઈ વ્યક્તિને સપ્લાય કરવામાં આવે તો તેના ઉપર વેરો લાગશે નહી. 

5. સુપ્રીમ કોર્ટના સફારી રીટ્રીટસના ચુકાદાનો લાભ નહીં મળે : આપણે જાણીએ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટે આ કેસ નામદાર ઓડીશા હાઈકોર્ટને રિમાન્ડ કરેલી અને શોપિંગ મોલના બાંધકામનો સમાવેશ કલમ 17(5)(A) મુજબ 'પ્લાન્ટ'માં થાય કે કેમ તે નક્કી કરવા જણાવેલ. હવે તાજેતરની 55મી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ચર્ચા અને ભલામણ થયા મુજબ જીએસટીની કલમ 13(5)(ડી)માં ડ્રાફ્ટિંગ તબકકે રહેલ ક્ષતિ જૂની તારીખ એટલે 1.7.2૦27થી અમલી થાય તે રીતે દુર કરવાનું વિચાર્યું છે. આમ હવે કેટલાક વિવાદોનો અંત આવશે પરંતુ રિયલ એસ્ટેટના ધંધાર્થીઓને આ જોગવાઈ નહિ ગમે.  હવે તેઓને પ્લાન્ટની વેરાશાખ મળવાપાત્ર રહેશે નહીં.

જીએસટી હેઠળ સ્થાવર મિલકતના બાંધકામના કિસ્સામાં વપરાયેલ ઈનપુટસ ઉપર વેરા શાખ મળે કે નહીં તે અંગે સૌ કોઈ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. અંતે તારીખ ૦3.1૦.2૦24ના રોજ સુનાવણી થયેલા કેસ ચીફ કમિશનર ઓફ સીજીએસટી વિરુદ્ધ સફારી રીટ્રીટસ પ્રાઇવેટ લિમિટેડ (CIVIl Appeal No. 2948 of 2023)માં અગાઉ આ વેપારીના કેસમાં નામદાર ઓડીશા હાઈકોર્ટે વેપારીની તરફેણમાં ચુકાદો આપેલ હતો. વેપારી શોપિંગ મોલનું બાંધકામ કરે છે અને ત્યારબાદ તે જુદા જુદા વ્યક્તિઓને ભાડે કે લીઝની શરતોએ વાપરવા આપે છે. તેણે સિમેન્ટ, સ્ટીલ, રેતી એલ્યુમિનિયમ વાપર, પ્લાયવુડ, વગેરેની ખરીદી કરવા ઉપરાંત આર્કિટેકટ, કન્સલ્ટન્સી તેમજ લીગલ સેવાઓ મેળવી હતી. આ તમામ ઈનપુટ અને ઈનપુટ સેવાઓ ઉપર તેણે વેરો ચૂકવ્યો હતો. તેમની રૂ 34 કરોડ જેટલી વેરાશાખ જમા થઈ હતી. પરંતુ જીએસટીના અધિકારીઓ દ્વારા તેઓની શાખ કલમ 17(5)(ડી) ની જોગવાઈઓ મુજબ મંજૂર કરી ન હતી. આપણે જાણીએ છીએ કે કલમ 17 (5) (ડી)ની જોગવાઈઓ મુજબ પ્લાન્ટ અને મશીનરી સિવાય સ્થાવર મિલકતના કિસ્સામાં આઈટીસી મળવાપાત્ર નથી.

ટેક્સ ચોરી કરનારા એલર્ટ થઈ જાઓ! 'ટેક અને ટ્રેસ મિકેનિઝમ' તમારી પોલ ખોલી શકે! 2 - image


Google NewsGoogle News