Get The App

રતન ટાટાએ જેટલું દાન કર્યું એટલી તો અબજપતિઓની કુલ સંપત્તિ નથી, આંકડા ગણતાં ગણતાં ગણિત ભૂલી જશો

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
રતન ટાટાએ જેટલું દાન કર્યું એટલી તો અબજપતિઓની કુલ સંપત્તિ નથી, આંકડા ગણતાં ગણતાં ગણિત ભૂલી જશો 1 - image


Donation By Ratan Tata : ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું ગઈકાલે 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. રતન ટાટાના નિધનથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. અમીરથી લઈને ગરીબ સુધી ભારતના દરેક ઘર સુધી ટાટા પ્રોડક્ટ્સ પહોંચાડનાર રતન ટાટાએ ક્યારેય અમીર બનવા માટે બિઝનેસ કર્યો નથી. એમાં કોઈ શંકા નથી કે રતન ટાટાએ ટાટા ગ્રૂપ માટે પુષ્કળ પૈસા કમાયા હતા, પરંતુ તેમણે પૈસા કરતાં વધુ સન્માન મેળવ્યું.

ટાટા ગ્રુપનું કુલ માર્કેટ કેપ 365 બિલિયન ડોલર 

ઝારખંડ અને મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને સમ્માન માટે એક દિવસના રાજકીય શોકનું એલાન કર્યું હતું. આજે રતન ટાટાને મુંબઈમાં રાજકીય સમ્માનની સાથે અંતિમ વિદાઈ આપી. મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2022માં રતન ટાટાની કુલ નેટવર્થ 3800 કરોડ રૂપિયા હતી. પરંતુ 31 માર્ચ, 2024 સુધીમાં, ટાટા ગ્રુપનું કુલ માર્કેટ કેપ 365 બિલિયન ડોલર હતું. આટલું મોટું બિઝનેસ સામ્રાજ્ય હોવા છતાં, રતન ટાટાની ગણતરી ક્યારેય વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં કરવામાં આવી ન હતી.

આ પણ વાંચો : બે રૂમના ફ્લેટમાં રહે છે રતન ટાટાના નાના ભાઈ જિમી ટાટા, એટલું સાદગીપૂર્ણ જીવન કે ફોન પણ નથી રાખતા

102.4 બિલિયન ડોલરનું દાન કર્યુ

ટાટા ગ્રુપની વિરાસતને નવા મુકામ સુધી પહોંચાડનાર રતન ટાટાએ ક્યારેય ધની બનવા માટે નહીં, પરંતુ ભારતને એક સારો દેશ બનાવવા માટે બિઝનેસ કર્યો. 2021ના એડલગીવ હુરુન ફિલાન્થ્રોપિસ્ટ્સ ઓફ ધ સેન્ચ્યુરી રિપોર્ટના પ્રમાણે, રતન ટાટાના નેતૃત્વમાં ટાટા ગ્રુપે વર્ષ 2021 સુધીમાં જ 102.4 બિલિયન ડોલર એટલે કે લગભગ 85,99,09,12,00,000 રૂપિયાનું દાન કર્યું હતું. આમ આજે પણ વિશ્વના ઘણા અગ્રણી અબજોપતિઓની નેટવર્થ આટલી નહીં હોય.

આ પણ વાંચો : Ratan Tata: પંચમહાભૂતમાં વિલીન થયા રતન ટાટા, લોકોએ અશ્રુભીની આંખે આપી વિદાય

મળતી માહિતી પ્રમાણે, આજના દિવસે (10 ઓક્ટોબરે) આખી દુનિયામાં માત્ર 15 લોકોની કુલ સંપત્તિ 102 અબજ ડોલરથી વધુ છે. જ્યારે ઑગસ્ટ 2024ના એક રિપોર્ટ અનુસાર સમગ્ર વિશ્વમાં અબજોપતિઓની કુલ સંખ્યા 2781 હતી. તેનો અર્થ એ કે, આજે પણ 2766 અબજોપતિઓ 2021 સુધીમાં ટાટા જૂથે દાનમાં આપેલી રકમની એટલી નેટવર્થ બનાવી શક્યા નથી.


Google NewsGoogle News