Get The App

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન, મુંબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 1 - image


Ratan Tata no more : દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન બુધવારની સાંજે થઈ ગયું. તેમણે મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી હતી. તેમનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જતા તેમને મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં તેમની તબીયત અચાનક બગડ્યા બાદ તેમને ICUમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા, જ્યાં તેમનું નિધન થઈ ગયું.

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે, 'અમે રતન નવલ ટાટાને ખુબ દુઃખ સાથે વિદાઈ આપી રહ્યા છે, તેઓ હકિકતમાં એક અસાધારણ નેતા હતા, જેના અતુલનીય યોગદાનને ન માત્ર ટાટા ગ્રુપ પરંતુ આપણા રાષ્ટ્રના માળખાંને પણ આકાર આપ્યો છે.' રતન ટાટાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓએ શોક વ્યક્ત કર્યો છે.

બુધવારે સાંજે તેમની તબિયત લથડવાના સમાચાર આવ્યા હતા. જેના કેટલાક કલાક બાદ જ સમાચાર આવ્યા કે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રતન ટાટાનું જવું દેશ માટે એક મોટી ક્ષતિ છે. જોકે, તેમને દેશ ક્યારે ભૂલી નહીં શકે. તેમણે દેશના એકથી વધીને એક કામ કર્યા. ટાટા ગ્રુપે ઉંચાઈઓ પર પહોંચાડવામાં રતન ટાટાની સૌથી મોટી ભૂમિકા રહી. તેમણે દેશ અને સામાન્ય લોકો માટે અનેક એવા કામ કર્યા, જેના માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. રતન ટાટા એક દરિયાદિલી વ્યક્તિત્વ હતું અને મુસીબતમાં દેશ માટે હંમેશા તૈયાર રહેતા હતા. રતન ટાટાને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરાયા હતા.

બે દિવસ પહેલા જ કરી હતી સોશિયલ મીડિયા પોસ્ટ

7 ઓક્ટોબરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને અફવા ગણાવીને ફગાવી દીધી હતી અને પોતાના ફોલોવર્સ અને ચાહકોને જણાવ્યું હતું કે, ચિંતાની કોઈ વાત નથી અને તેઓ ઉંમર સંબંધીત બીમારીની સારવાર અને તપાસ કરાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

રતન ટાટાએ મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં અંતિન શ્વાસ લીધા. વડાપ્રધાન મોદીએ તેમણે શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X'પર પોસ્ટ શેર કરીને લખ્યું, 'શ્રી રતન ટાટાજી સાથેની અસંખ્ય વાતચીતોથી મારું મન ભરાઈ ગયું છે. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે હું તેમને અવારનવાર મળતો હતો. અમે અલગ-અલગ મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરતા હતા. મને તેમના દ્રષ્ટિકોણ અત્યંત સમૃદ્ધ કરનારા લાગે છે. હું દિલ્હી આવ્યો ત્યારે પણ આ વાતચીત ચાલુ જ હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર, મિત્રો અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.'


રક્ષામંત્રી રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કર્યું

રાહુલ ગાંધીએ રતન ટાટાને આપી શ્રદ્ધાંજલિ

રતન ટાટાને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે, "રતન ટાટા એક દૂરદર્શી વ્યક્તિ હતા. તેમણે વ્યવસાય અને પરોપકાર બંને પર અમર છાપ છોડી છે. તેમના પરિવાર અને ટાટા ગ્રુપ પ્રત્યે મારી સંવેદનાઓ."

આનંદ મહિંદ્રાએ આપી શ્રદ્ધાંજલિ

મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રાએ ટ્વીટ કર્યું, "હું રતન ટાટાની ગેરહાજરીનો સ્વીકાર નથી થઈ રહ્યો. ભારતની અર્થવ્યવસ્થા ઐતિહાસિક છલાંગ લગાવવાની કગાર પર છે અને રતનના જીવન અને કાર્યનું આપણે આ સ્થિતિમાં હોવાનું ખુબ મોટું યોગદાન છે. એટલા માટે, આ સમય તેમના માર્ગદર્શન અને અમૂલ્ય હોત. તેમના ગયા બાદ, આપણે બસ એજ કરી શકીએ છીએ કે તેનું ઉદાહરણનું અનુકરણ કરવા માટે પ્રતિબદ્ધ હોય. કારણ કે તેઓ એક એવા વ્યવસાયી હતા જેમના માટે નાણાંકીય સંપત્તિ અને સફળતા સૌથી ઉપયોગી ત્યારે હતી જ્યારે તેને વૈશ્વિક સમુદાયની સેવામાં લગાવી હતી. અલવિદા અને ભગવાનની કૃપા થાય. તમને ભૂલી નહીં શકાય. કારણ દંતકથાઓ ક્યારે નથી મરતી... ઓમ શાંતિ."

1991માં અધ્યક્ષ બન્યા હતા

નોંધનીય છે કે, રતન ટાટાને 1991માં 21 વર્ષની ઉંમરે ઓટોથી લઈને સ્ટીલ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા ટાટા ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. ચેરમેન બન્યા બાદ રતન ટાટા ટાટા ગ્રૂપને એક નવી ઉંચાઈ પર લઈ ગયા. તેમણે ગ્રૂપનું નેતૃત્વ કર્યું, જેની સ્થાપના તેમના પરદાદા દ્વારા એક સદી પહેલા, 2012 સુધી કરવામાં આવી હતી. 1996 માં, ટાટાએ ટેલિકોમ કંપની ટાટા ટેલિસર્વિસિસની સ્થાપના કરી અને 2004 માં, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) બજારમાં સૂચિબદ્ધ થઈ.

ચેરમેન પદ છોડ્યા પછી, ટાટાને ટાટા સન્સ, ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના માનદ ચેરમેનનું બિરુદ આપવામાં આવ્યું.

અબજોપતિ ઉદ્યોગપતિ અને ઉદાર વ્યક્તિ હતા

અબજોપતિ ઉદ્યોગપતિ અને ખૂબ જ ઉદાર વ્યક્તિ રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા અને આ સમય દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંના એક ટાટા ગ્રુપને ઘણી ઊંચાઈઓ પર લઈ ગયા. જો આપણે રતન ટાટાના વ્યક્તિત્વ પર નજર કરીએ તો, તેઓ માત્ર એક ઉદ્યોગપતિ જ નથી, પણ એક સરળ, ઉમદા અને ઉદાર વ્યક્તિ, એક રોલ મોડેલ અને લોકો માટે પ્રેરણાના સ્ત્રોત પણ છે. તેઓ તેમના જૂથ સાથે જોડાયેલા નાનામાં નાના કર્મચારીને પણ પોતાનો પરિવાર માનતા હતા અને તેમની સંભાળ રાખવામાં કોઈ કસર છોડતા ન હતા, આના ઘણા ઉદાહરણો છે.


Google NewsGoogle News