ટાટા ગ્રુપ રૂ.30 લાખ કરોડનું માર્કેટ કેપ. પાર કરનાર દેશનું પ્રથમ કોર્પોરેટ ગ્રુપ બન્યું
- ટીસીએસનું માર્કેટ કેપિટલાઈઝેશન ચાર ટકા વધીને રૂ.15 લાખ કરોડનો આંક પાર કરી નવી ઊંચાઈએ
મુંબઈ : ભારતીય શેર બજારોમાં વિક્રમી તેજીની સાથે સાથે ટાટા ગ્રુપ કંપનીઓના શેરોમાં તાજેતરમાં ખાસ ટાટા મોટર્સના શેર અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ)ના શેરોમાં થયેલી તોફાની તેજીના પરિણામે આજે ૬, ફેબ્રુઆરી ૨૦૨૪ના ટાટા ગ્રુપ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૦ લાખ કરોડનો આંક પાર કરી ગયું છે. આ સાથે દેશમાં આ આંક પાર કરનાર ટાટા ગ્રુપ પ્રથમ ભારતીય કોર્પોરેટ ગ્રુપ બન્યું છે. ટાટા મોટર્સના સારા પરિણામ સાથે ટાટા પાવરના ગ્રીન એનજીૅ ક્ષેત્રે ઝડપી આગળ વધી ૫૫૦૦ મેગાવોટનો પોર્ટફોલિયો નિર્માણ થવા ટાટા હોટલ્સ સહિતની મજબૂત કામગીરીના પોઝિટીવ પરિબળોએ ટાટા ગ્રુપ શેરોમાં રોકાણકારોનું આકર્ષણ વધતું જોવાયું છે.
ટાટા ગ્રુપના શેરોમાં તેજી સાથે ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધીમાં ગ્રુપના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ૯ ટકા જેટલો વધારો થયો છે. ટાટા ગ્રુપ કંપનીઓમાં આ એક મહિનામાં સૌથી વધુ માર્કેટ કેપિટલાઈઝેશનમાં ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં ૩૦ ટકાથી વધુ, ટાટા મોટર્સમાં ૨૦ ટકાથી વધુ, ઓટોમોબાઈલ કોર્પોરેશન ઓફ ગોવામાં ૨૩ ટકા, ટાટા પાવરમાં ૧૮ ટકાથી વધુ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝના માર્કેટ કેપ.માં ૧૦ ટકાથી વધુ વધારો થયો છે. જ્યારે ઈન્ડિયન હોટલ્સ કંપનીના માર્કેટ કેપમાં ૧૫ ટકાથી વધુ વધારો થયો છે. ટીસીએસનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે ચાર ટકા વધીને રૂ.૧૫ લાખ કરોડનો આંક પાર કરી નવી ઊંચાઈએ પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ટાટા ગ્રુપની ૨૨ લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન જે ૨૯, ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રૂ.૨૭,૯૧,૪૧૯ કરોડ જેટલું હતું, એ આજે ૬, ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રૂ.૩૦ લાખ કરોડનો આંક વટાવી જઈને આજે રૂ,૩૦,૪૪,૨૯૫ કરોડ પહોંચ્યું છે.
ટાટા ગ્રુપની 24 લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ.
કંપનીનું નામ |
માર્કેટ કેપ. |
માર્કેટ કેપ. |
ફેરફાર |
- |
૨૯,ડિસે.૨૩ |
૬,ફેબ્રુ.૨૪ |
રૂ.કરોડમાં |
ટીસીએસ |
૧૩,૭૩,૦૪૬ |
૧૫,૧૨,૪૫૧ |
૧,૩૯,૪૦૪ |
ટાટા મોટર્સ |
૨,૮૫,૮૪૨ |
૩,૪૩,૬૩૯ |
૫૭,૭૯૭ |
ટાટા પાવર કંપની |
૧,૦૬,૧૦૧ |
૧,૨૫,૫૬૧ |
૧૯,૪૬૦ |
ધ ઈન્ડિયન હોટલ્સ |
૬૨,૩૭૫ |
૭૨,૦૪૦ |
૯૬૬૫ |
ટાટા કન્ઝયુમર પ્રોડ. |
૧,૦૦,૯૬૫ |
૧,૧૦,૫૮૧ |
૯૬૧૬ |
ટાટા સ્ટીલ લિ. |
૧,૭૧,૫૪૭ |
૧,૭૯,૧૯૨ |
૭૬૪૬ |
ટાટા ઈન્વે. કોર્પ. |
૨૧૬૭૦ |
૨૮,૧૭૮ |
૬૫૦૮ |
વોલ્ટાસ લિ. |
૩૨,૩૭૫ |
૩૪,૦૨૯ |
૧૬૫૪ |
રાલીઝ ઈન્ડિયા |
૪૮૫૮ |
૫૧૭૨ |
૩૧૫ |
ઓટો કોર્પ ગોવા |
૮૬૬ |
૧૦૬૬ |
૧૯૯ |
ઓરિએન્ટલ હોટલ્સ |
૨૧૮૧ |
૨૩૪૨ |
૧૬૨ |
ટાટા મેટાલિક્સ |
૩૩૯૪ |
૩૫૦૮ |
૧૧૪ |
બેનારસ હોટલ્સ |
૧૧૬૫ |
૧૨૪૨ |
૭૭ |
કંપનીનું નામ |
માર્કેટ કેપ. |
માર્કેટ કેપ. |
ફેરફાર |
- |
૨૯,ડિસે.૨૩ |
૬,ફેબ્રુ.૨૪ |
રૂ.કરોડમાં |
ઓટો સ્ટેમ્પિંગ્સ |
૬૬૭ |
૭૩૮ |
૭૧ |
ટાટા ટેલીસર્વિસિઝ |
૧૭,૯૩૧ |
૧૭,૯૮૯ |
૫૯ |
ટીઆરએફ |
૨૭૯ |
૨૯૯ |
૨૧ |
નેલ્કો લિ. |
૧૮૧૩ |
૧૮૦૩ |
-૧૦ |
ટ્રેન્ટ લિમિટેડ |
૧,૦૮,૬૪૨ |
૧,૦૭,૮૭૩ |
-૭૭૦ |
ટાઈટન કંપની |
૩,૨૬,૩૪૬ |
૩,૧૬,૦૩૦ |
-૧૦,૩૧૬ |
ટાટા કોમ્યુનિકેશન |
૫૦,૪૩૮ |
૪૮,૪૫૮ |
-૧૯૭૯ |
ટાટા ટેકનોલોજીસ |
૪૭,૮૮૭ |
૪૫૮૮૯ |
-૧૯૯૮ |
ટાટા કેમિકલ્સ |
૨૮,૧૧૭ |
૨૫,૨૭૦ |
-૨૮૪૭ |
ટાટા એલેક્સી |
૫૪,૫૪૦ |
૪૮,૦૫૭ |
-૬૪૮૩ |
તેજસ નેટવર્કસ |
૧૪,૭૮૫ |
૧૨,૮૮૬ |
-૧૮૯૮ |
ટાટા ગ્રુપ(કુલ ) |
૨૮,૧૭,૮૩૦ |
૩૦,૪૪,૨૯૫ |
૨,૨૬,૪૬૫ |