બૅન્કની લૉન ચૂકવાઈ જાય પછી જરૂર લઈ લેજો આ ખાસ ડૉક્યુમેન્ટ્સ, નહીંતર પાછળથી પસ્તાશો
Image: Freepik
Home Loan Tips: તમે લોન લીધી, સમયસર ચૂકવી દીધી અને હવે તમને એવુ લાગતુ હોય કે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. હોમ લોનને ચૂકવ્યા બાદ પણ એવા ઘણા કાર્ય છે, જેને કરવા જરૂરી હોય છે. જે બાદ જ તમારી લોન પૂરી રીતે બંધ થાય છે. જો તમે તે કાર્ય ન કર્યા તો તમારી મુશ્કેલી પણ વધી શકે છે.
બેન્કમાંથી ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સ કલેક્ટ કરો
હોમ લોન કે કોઈ પણ સિક્યોર્ડ લોન લેતી વખતે તમે કોઈ પ્રોપર્ટીને પણ ગિરવી રાખી હશે. તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બેન્કમાં જમા કરાવવા પડશે. લોન બંધ કરાવતી વખતે ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી લઈ લો. આ મામલે કોઈ પણ ભૂલ ન કરો કેમ કે આ સાથે અલોટમેન્ટ લેટર, પઝેશન લેટર,
નો ડ્યૂઝ સર્ટિફિકેટ ખૂબ જરૂરી
ગ્રાહકને લોન ચૂકવણી બાદ બેન્ક નો ડ્યૂઝ સર્ટિફિકેટ કે ક્લોઝર લેટર જારી કરે છે. આ સર્ટિફિકેટ કે લેટર જ એ વાતનું પ્રમાણ હોય છે કે તમે લોનની ચૂકવણી કરી દીધી છે. આ સર્ટિફિકેટને દરેક સ્થિતિમાં કલેક્ટ કરી લો. જે બાદ તમારી ગીરવે મૂકેલી પ્રોપર્ટી તમારી થઈ જાય છે. તેની પર કોઈ અન્યનો અધિકાર હોતો નથી.
Lien જરૂર હટાવો
જ્યારે પણ હોમ લોન કરવામાં આવે છે તો બેન્ક કે લોન આપનારી અન્ય સંસ્થા ઘણી વખત તેમાં Lien એટલે કે તમારી પ્રોપર્ટી પર અધિકાર જોડી દે છે. લોન પૂર્ણ કર્યા બાદ એ જરૂર જોઈ લો કે બેન્કે તે હટાવી છે કે નહીં. Lien હટાવ્યા બાદ તમે સંપૂર્ણરીતે પોતાની પ્રોપર્ટીના હકદાર બની જાવ છો.
નોન-એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ
નોન-એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ એક કાનૂની દસ્તાવેજ છે જે એ વાતનું પ્રમાણ હોય છે કે પ્રોપર્ટી પર કોઈ પણ પ્રકારનું રજિસ્ટર્ડ એન્કમ્બ્રન્સ એટલે કે બાકી લોન નથી. લોન ચૂકવણી બાદ એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટમાં તમામ રીપેમેન્ટની વિગતો જોવા મળે છે. જ્યારે તમે પોતાની પ્રોપર્ટીને ક્યાંય વેચવા જાવ છો ત્યારે પણ તમારી પાસે ખરીદનાર એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટની માગ કરે છે.
ક્રેડિટ સ્કોર અપડેટ કરાવો
લોન પૂર્ણ થયા બાદ તમે પોતાની ક્રેડિટ પ્રોફાઈલ અપડેટ કરાવી લો. તેને અપડેટ કરાવવી જરૂરી છે. જો આ તે સમયે થઈ શકી નથી તો તમે ક્રેડિટ સ્કોર પર નજર રાખો અને તેને ઝડપથી અપડેટ કરાવો. જેથી બીજી વખત જ્યારે તમે બેન્કમાં લોન માટે અરજી કરો, તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.