સ્વિસ બેન્કોએ અદાણીના 'મ્હોરા'ના રૂ. 2,600 કરોડ જપ્ત કર્યા
Adani Group News : હિન્ડનબર્ગે ફરીથી અદાણી સામે સનસનાટીપૂર્ણ આક્ષેપ કર્યા છે. તેણે સ્વિસ મીડિયા આઉટલેટ ગોથમ સિટીને ટાંકીને જણાવ્યું છે કે સ્વિસ બેન્કોમાં અદાણીના રૂ. 2600 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. 2021માં મની લોન્ડરિંગ અને સિક્યોરિટીઝ ફોર્જરીની તપાસમાં સ્વિસ બેન્કોમાં અદાણી જૂથના અનેક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા. અદાણી જૂથે હિન્ડનબર્ગના આરોપોને નકારી કાઢ્યા છે. સ્વિસ કોર્ટોએ તેના નામ ઓળખી બતાવ્યા નથી.
ફાઇનાન્સિયલ ટાઇમ્સ (એફટી)નું કહેવું છે કે કોર્ટ દ્વારા વર્ણવવામાં આવેલા પક્ષકારો જેનો હિન્ડનબર્ગ ડોઝિયરે રેફરન્સ ટાંક્યો છે અને તેના પગલે એફટી દ્વારા કરવામાં આવેલું રિપોર્ટિંગ તે વાતને સમર્થન આપે છે કે અદાણી અને તેના ફ્રન્ટમેન તાઇવાનીઝ ઉદ્યોગપતિ ચાંગ ચુંગ લિંગ તેમા હતા.
હિન્ડનબર્ગે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે વકીલોએ જણાવ્યું છે કે અદાણીના ફ્રન્ટમેને કેવી રીતે બ્રિટિશન વર્જિન આઇલેન્ડ્સ (બીવીઆઈ) અને મોરિશિયસ અને બર્મ્યુડાના અપારદર્શી ફંડ્સમાં કેવી રીતે રોકાણ કર્યુ છે. આ ફંડ્સ મુખ્યત્વે અદાણીના શેરોની એકસ્લુઝિવ માલિકી ધરાવે છે. સ્વિસ મીડિયા આઉટલેટ ગોથમ સિટીએ સ્વિસ ક્રિમિનલ કોર્ટને ટાંકીને જણાવ્યું છે.
અદાણી ગ્રુપના પ્રવક્તાએ આ અહેવાલને નકારીને તેને પાયા વગરના ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અદાણી જૂથ સ્વિસ કોર્ટની કોઈપણ પ્રકારની પ્રક્રિયા સાથે સંકળાયેલું નથી. તેની પાસે એવા કોઈ એકાઉન્ટ્સ નથી જેને સત્તાવાળાઓએ જપ્ત કર્યા હોય. સ્વિસ કોર્ટે તેના આદેશમાં ક્યાંય અમારી કંપનીઓનું કે ગૂ્રપનું નામ દર્શાવ્યું નથી.અમને કોઈપણ સત્તાવાળા કે રેગ્યુલેટરી બોડી તરફથી કોઈપણ નોટિસ મળી નથી. અમારી વિદેશી હોલ્ડિંગ માળખું પણ પારદર્શક છે, સંપૂર્ણપણે જાહેર છે અને કાયદા મુજબનું છે.
ગોથમ સિટીના રિપોર્ટ મુજબ ફેડરલ ક્રિમિનલ કોર્ટનો ચુકાદો દર્શાવે છે કે હિન્ડનબર્ગે આરોપ કર્યો તે પહેલા ઘણા સમયથી જિનિવાની પબ્લિક પ્રોસીક્યુટર્સ ઓફિસ અદાણીએ કરેલી ઉચાપતની તપાસ કરતી હતી. અબજપતિ અદાણીના ફ્રન્ટમેન મનાતા વ્યક્તિના પાંચ સ્વિસ ખાતામાં 31 કરોડ ડોલરની રકમ ફ્રીઝ કરવામાં આવી હતી.આ કેસ અખબારમાં આવ્યા પછી પબ્લિક પ્રોસીકયુટર્સ ઓફિસ ઓફ કન્ફેડરેશને તેની તપાસ શરૂ કરી હતી. કોર્ટના દસ્તાવેજ મુજબ ફ્રીઝ એટલે કે જપ્ત કરેલું ભંડોળ છૂટું કરવા માટે એ લિમિટેડે કેસ ફાઇલ કર્યો હતો.
સ્વિસ તપાસકારોને શંકા છે કે ચાંગ-ચુંગ લિંગ છેલ્લો લાભાર્થી નથી, પણ વાસ્તવમાં એક ફ્રન્ટમેન છે.આ ઉપરાંત બીજું નામ સાઉદીના નાસીર અલી શાબાન અહલીનું ઉછળ્યું છે. તે અને તાઇવાનીઝ-ચાઇનીઝ નાગરિક ચાંગ-ચુંગને પબ્લિક ઇન્વેસ્ટર્સ તરીકે દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં તેઓ અદાણીના ઇન્સાઇડર છે અને તે ભારતીય કાયદાનો ભંગ છે.
હિન્ડનબર્ગે તેના અહેવાલમાં આરોપ મૂક્યો છે કે વિનોદ અદાણી કે ગૌતમ અદાણી સાથે સંલગ્ન શેલ કંપનીઓનો ઉપયોક સ્ટોક પાર્કિંગ માટે કે અદાણીના હિસાબોમાં એન્જિનીયરિંગ કરવા માટે ઉપયોગ થાય છે. તેના આવા 38 એકમો મોરેશિયસ, સાઇપ્રસ, સિંગાપોર અને વિવિધ કેરેબિયન ટાપુમાં આવ્યા છે. ચાંગચુંગ લીનું નામ સૌૈપ્રથમ વખત 2023માં હિન્ડનબર્ગના રિપોર્ટમાં સપાટી પર આવ્યું હતું. તેના પર આરોપ હતો કે તેણે ઓફશોર ફંડ્સની મદદથી અદાણીના શેરોમાં લેવેચ કરીને જંગી નફો રળ્યો છે. હિન્ડનબર્ગના રિપોર્ટ મુજબ અદાણી પાવરના શેરના મર્જરના લીધે ચુંગ લિંગની ફર્મ ગ્રોમોરને રાતોરાત 42.3 કરોડ ડોલરનો ફાયદો થયો હતો.
ચુંગ લીનો પુત્ર અને ચાંગ ચીએન ટિંગ પીએમસી પ્રોજેક્ટ્સ (ઇન્ડિયા)નો એકમાત્ર લાભાન્વિત છે. જેની સાથે ગ્રોમોર અને અદાણી ગ્લોબલ તે કંપની હતી જેની સેબીએ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેકશન્સને લઈને તપાસ કરી હતી. સેબીની તપાસનું પરિણામ હજી સુધી આવ્યું નથી.
સ્વિસ મીડિયા રિપોર્ટ મુજબ 9 ઓગસ્ટ 2024ના રોજના અને 10 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રકાશિત થયેલા કોર્ટના આદેશ મુજબ અદાણી જૂથ મની લોન્ડરિંગથી લઈને નાણાની ઉચાપત સુધીના બધા જ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું છે. ચાંગ-ચુંગ લિંગની માલિકીની કંપનીએ અદાણી જૂથના અપારદર્શક મનાતા ફંડ્સમાં જંગી રોકાણ કર્યું છે.