Get The App

આયાતી તેલોમાં જળવાઇ રહેલી આગેકૂચ

- વિશ્વ બજારમાં ખાદ્યતેલોના ભાવ ઉંચકાયા : મલેશિયાથી પામતેલની નિકાસમાં ઘટાડો

- રાજસ્થાનમાં મસ્ટર્ડ-સરસવની આવકો ૪ લાખ ગુણી નોંધાઈ તથા ત્યાં ભાવ વધતા અટકી ઘટયાના નિર્દેશો

Updated: May 21st, 2024


Google NewsGoogle News
આયાતી તેલોમાં જળવાઇ રહેલી  આગેકૂચ 1 - image


મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે મતદાનના દિવસને અનુલક્ષીને સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે કપાસિયા તેલ તથા આયાતી ખાદ્યતેલોના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. આયાતી પામતેલમાં જોકે નવા વેપાર ધીમા હતા તથા  ૧૦ કિલોદીઠ રૃ.૮૯૫થી ૮૯૭માં ૨૦થી ૩૦ ટનના છૂટાછવાયા વેપાર થયા હતા. રિફાઈનરીઓના ડાયરેકટ ડિલીવરીના ભાવ રૃ.૮૯૮થી ૯૦૦ બોલાતા હતા પરંતુ વેપાર ખાસ ન હતા. દરમિયાન, સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ રૃ.૧૪૭૫ તથા ૧૫ કિલોના ભાવ રૃ.૨૩૬૦ રહ્યા હતા. 

જ્યારે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ રૃ.૯૨૫થી ૯૩૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલના વાયદાના ભાવ જુલાઈ-ઓગસ્ટ ડિલીવરીના ૨૦થી ૨૬ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ પાંચ ડોલર ઉંચકાયા હતા.

અમેરિકા ખાતે કૃષી બજારોમાં આજે પ્રોજેકશનમાં  સોયાતેલના ભાવ ૧૫ પોઈન્ટ વધ્યા હતા. દરમિયાન, મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોદીઠ ભાવ  સિંગતેલના રૃ.૧૫૩૦ના મથાળે શાંત રહ્યા હતા જ્યારે કપાસિયા તેલના ભાવ વધી રૃ.૯૯૦ બોલાતા થયા હતા. મુંબઈ આયાતી  પામતેલના ભાવ વધી રૃ.૮૯૮ રહ્યા હતા. જ્યારે ક્રૂડ પામ ઓઈવ સીપીઓ કંડલાના ભાવ વધી રૃ.૮૮૫ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ સોયાતેલના ભાવ ડિગમના વધી રૃ.૮૯૦ જ્યારે રિફાઈન્ડના રૃ.૯૩૫ રહ્યા હતા જ્યારે સનફલાવરના ભાવ રૃ.૮૬૫ તથા રિફાઈન્ડના રૃ.૯૨૫ રહ્યા હતા. મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ વધતા અટકી રૃ.૧૧૦૦ તથા રિફાઈન્ડના ભાવ રૃ.૧૧૩૦ના મથાળે ઉછાળો પચાવી જળવાઈ રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના  ભાવ જાતવાર રૃ.૯૩૭થી ૯૪૫ રહ્યા હતા.

મુંદ્રા-હઝીરા ખાતે મે તથા જૂનની વિવિધ ડિલીવરીના ભાવ આયાતી પામતેલના રૃ.૯૦૫થી ૯૧૫ તથા સોયાતેલના રૃ.૯૨૦થી ૯૩૦ તથા સન ફલાવરના રૃ.૯૨૫થી ૯૩૦ રહ્યાના નિર્દેશો હતા. હઝીરા ખાતે કોટન રિફાઈન્ડના ભાવ રૃ.૯૬૦ રહ્યા હતા. ગોંડલ ખાતે પામતેલના ભાવ રૃ.૮૯૫થી ૮૯૮ તથા સોયાતેલ રિફાઈન્ડના રૃ.૯૧૨ અને કોટન રિફાઈન્ડના રૃ.૯૭૦થી ૯૭૫ રહ્યા હતા.

ચીનના કૃષી બજારોમાં આજે પામતેલ તથા સોયાતેલના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. આઈટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ મલેશિયાથી પામતેલની નિકાસમાં ૮થી ૯ ટકાનો ઘટાડો થયો છે. ચીનમાં કૃષી પ્રદાને અમુક નિયમોનો ભંગ કરતાં ત્યાં સરકાર આની તપાસ કરી કડક પગલાં લેશે એવા સમાચાર હતા.

oilseed

Google NewsGoogle News