LICનાIPOમાં 'સેટિંગ'ની શંકા, 20 લાખ અરજીઓ રિજેક્ટ..!
- કુલ અરજીઓમાંથી લગભગ 28% અરજીઓ નામંજૂરી થઇ, જે અત્યાર સુધીના કોઈપણIPOમાં સૌથી વધુ
અમદાવાદ : ભારતના અરામ્કો ગણાતા સૌથી મોટા આઈપીઓ લાઈફ ઈન્શ્યોેરન્સ કોર્પોરેશન(LIC) બોગસ આઈપીઓ સબસ્ક્રિપ્શનની દ્રષ્ટિએ પણ ભારતનો ટોચનો આઈપીઓ રહ્યો છે. અહેવાલ અનુસાર એલઆઈસીના આઈપીઓમાં કરવામાં આવેલ ૨૦ લાખ અરજીઓ પેમેન્ટ કરવામાં ડિફોલ્ટ થઈ હતી અથવા તો ખોટી રીતે અરજી કરવાને કારણે રદ્દબાતલ ગણવામાં આવી હતી.
દેશની સૌથી મોટી સરકારી કંપનીમાં રિટેલ રોકાણકારોના સબસ્ક્રિપ્શન ડેટાને આધારે દેશના રિટેલ રોકાણકારોની તરફથી ભાગીદારીનો ઉત્સાહ માનવો તે વાત ખોટી છે. ચોંકાવનારી વિગત એ છે કે આઈપીઓમાં પ્રાપ્ત થયેલી કુલ અરજીઓમાંથી લગભગ ૨૮% અરજીઓ નકારી કાઢવામાં આવી હતી, જે અત્યાર સુધીના કોઈપણIPO માટેની સર્વાધિક છે હોઈ શકે છે. તદુઉપરાંત LIC આઈપીઓમાં પોલિસીધારકો પાસેથી મળેલી ૩૪.૫% અરજીઓ પણ રિજેક્ટ કરવામાં આવી છે.
આઈપીઓમાં રિટેલ અને પોલિસીધારકો તરફથી મજબૂત પ્રતિસાદ અને સરકારના સૌથી મોટા આઈપીઓમાં નાના રોકાણકારોને નુકશાન નહિ વેઠવું પડે તેવી ગેરમાન્યતા ઉભી કરીને વધુ ને વધુ નાના રોકાણકારોને આ આશંકિત કૌભાંડમાં પોરવવામાં આવ્યા છે. એલઆઈસીનો આઈપીઓ માત્ર આ પ્રકારની ખોટી અરજીઓને આધારે જ સુપરહિટ હોવાનો ખોટો દાવો સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યો હતો, જેનો ભોગ અનેક લોકો બન્યાં છે.
એલઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આઈપીઓ માટે મળેલ કુલ ૭૩,૩૭,૮૪૧ અરજીઓમાંથી ૧૨,૪૬,૪૮૪ અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હતી કારણ કે તે 'બેંક્ડ નહોતી'. આ સિવાય અન્ય ૮,૦૩,૮૨૮ અરજીઓ ટેકનિકલ કારણોસર નામંજૂર કરવામાં આવી હતી. એકંદરે કુલ ૨૦,૫૦,૩૧૨ અરજીઓ આઈપીઓમાં શેરની ફાળવણી માટે અયોગ્ય હતી. સામાન્ય ભાષામાં સમજીએ તો બ્રોકર આઇપીઓ માટે અરજી મેળવે છે અને તેને એક્સચેન્જની સિસ્ટમમાં અપલોડ કરે છે. બાદમાં આ આઈપીઓ અરજી માટેની રકમને બ્લોક કરવા માટે અરજદારની સંબંધિત બેંકમાં અરજી થાય છે. હવે જો આ પૈસા બ્લોક ન થાય એટલેકે પૈસા ન હોવા યુપીઆઈ કે અન્ય સ્વીકૃતિ ન આપવી વગેરે કારણોસર રદ્દ થતી અરજી 'નોટ બેંક્ડ' બની જાય છે.
આ સિવાય ટેક્નિકલ આધારો પર પણ અરજી નામંજૂર થઈ શકે છે. તેમાં અરજી ફોર્મ અને બેંક ખાતા પરના નામનો મેળ ન ખાતો અથવા એક જ ફોર્મમાં લખેલા જુદા જુદા નામ, અરજદારની સહી સરખી ન આવવી વગેરે કારણોનો સમાવેશ થાય છે.
આ LICIPO માટે ૧૨ લાખથી વધુ અરજીઓ માટે બે બાબતોનો અર્થ કરી શકાય છે કે - બ્રોકર્સે જાણી જોઈને એક્સચેન્જની સિસ્ટમ પર બોગસ એપ્લિકેશન અપલોડ કરી હતી અને ક્યારેય કોઈ બેંકને જાણ કરી ન હતી અથવા ૧૨ લાખથી વધુ લોકોએ જેમણે LICઁ ૈંઁર્ માટે અરજી કરી હતી તેમાં અંતિમ ઘડીએ રસ રસ ગુમાવતા પૈસા જ 'હોલ્ડ કે લીયન' ન કર્યા.
પ્રશ્ન એ છે કે આટલી બધી બોગસ અરજીઓ કેમ દાખલ કરવામાં આવી ? શેરબજારના ઘણા નિષ્ણાંતોનું પ્રાથમિક તારણ એ છે કે આ પ્રકારના મસમોટા સબ્સ્ક્રિપ્શન નંબરો મીડિયાની મોટી હેડલાઇન્સ બનાવે છે. મોટી સંખ્યામાં અરજીઓ ટાંકીને અનેIPOને 'ઓવરસબ્સ્ક્રાઇબ્ડ' ગણાવીને સામાન્ય રોકાણકારોને આકર્ષવા માટે માર્કેટિંગ યુક્તિ તરીકે ઉપયોગ કર્યો હતો.
બીજી તરફ એ પણ શક્ય છે કે મોટી સંખ્યામાં અરજદારોએ તેમની સંમતિ વિના જ LICIPOમાં સબ્સ્ક્રાઇબ કર્યું હતું અને જ્યારે આ અરજદારોને સમજાયું કે તેઆ વ્યવહારને અટકાવી શકે છે કે આ આઈપીઓ ડિસ્કાઉન્ટમાં ખુલવાની ભીતિ છે તેથી તેમણે પેમેન્ટ અટકાવી દીધું.
આ અંગે સેબી અને બંને એક્સચેન્જો-એનએસઈ અને બીએસઈ અંગે જાતે જ સંજ્ઞાાન લઈને આટલા મોટા પ્રમાણમાં કેમ અરજીઓ નકારવામાં આવી અને કયા બ્રોકરે સૌથી વધુ આ બોગસ અરજીઓ કરી હતી, તેની પાસેથી બોગસ અરજીનો ખુલાસો નાના રોકાણકારોના હિતમાં માંગવો જોઈએ.
નાના રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખી આટલા મોટા પ્રમાણમાં કેમ અરજીઓ નકારાઇ અને કયા બ્રોકરે સૌથી વધુ બોગસ અરજીઓ કરી તેના ખુલાસાઓ માંગવા જોઇએ