સુરત, જામનગર સહિત ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં આ ક્ષેત્રે રોજગારી વધી, બે વર્ષમાં 29 ટકા વૃદ્ધિ
Image: FreePik |
Labor Day Employment Demand: છેલ્લા બે નાણાકીય વર્ષમાં દેશના BFSI (બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, અને ઈન્સ્યોરન્સ) સેગમેન્ટમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે. તેમાં ખાસ કરીને ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં રિટેલ ધિરાણ ક્ષેત્રે રોજગારની માગ વધી છે. ગુજરાતના સુરત, જામનગર સહિત, દેશના વિવિધ ટિઅર-2 અને ટિઅર-3 શહેરોમાં રોજગારની માગ FY23 અને FY24માં ક્રમશઃ 21 ટકા અને 26 ટકા વધી છે.
ટીમલીઝ સર્વિસિસ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના વિશ્લેષણમાં BFSIમાં રિટેલ ધિરાણ ક્ષેત્રે ખાસ કરીને ટીઅર 2 અને ટીઅર 3 બજારોમાં રોજગારની માંગમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં બે નાણાકીય વર્ષોમાં, પર્સનલ લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો ફાઇનાન્સિંગ સહિતના સેગમેન્ટ સાથે રિટેલ ધિરાણ ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ 29% વધ્યું છે.
રિટેલ ધિરાણ રોજગારી 46 હજાર વધી
દેશમાં છેલ્લા 3 નાણાકીય વર્ષથી રિટેલ ધિરાણ ક્ષેત્રે રોજગારી સતત વધી રહી છે. 2023-24માં કુલ 46356 રોજગારીની માગ જોવા મળી હતી. જે અગાઉના નાણાકીય વર્ષની તુલનાએ 23 ટકા ગ્રોથ દર્શાવે છે.
3 નાણાકીય વર્ષમાં રિટેલ ધિરાણ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ
વિગત |
FY22 |
FY23 |
FY24 |
FY23માં વાર્ષિક
ગ્રોથ |
FY24માં વાર્ષિક
ગ્રોથ |
ટિઅર- 1 |
12,018 |
12,600 |
13,725 |
5% |
9% |
ટિઅર-2 |
9,348 |
10,148 |
12,264 |
9% |
21% |
ટિઅર-3 |
14,628 |
14,988 |
20,367 |
2% |
26% |
કુલ રોજગારી |
35,994 |
37,736 |
46,356 |
5% |
23% |
જયપુર, ચંદીગઢ, કોઈમ્બતુર, સુરત, લુધિયાણા, ઈન્દોર, અમૃતસર, મૈસુર, નાગપુર વિઝાગ સહિતના ટીઅર-2 શહેરો તથા પટિયાલા, ભટિન્ડા, મિરૂત, જામનગર, યમુનાનગર, ટ્રીચી, હાસન, કોટા, ઔરંગાબાદ, રોહતક સહિતના ટીઅર-3 શહેરોમાં રિટેલ ધિરાણ ક્ષેત્રે રોજગારીની માગ વધી છે. રોજગારીમાં વૃદ્ધિ પાછળનું કારણ BFSI સેગમેન્ટનું અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા વિસ્તરણ તેમજ તેની વધતી માગ છે.
કુશળ પ્રોફેશનલ્સની તાતી જરૂરિયાત
ટીમલીઝ સર્વિસિઝના BFSI બિઝનેસ હેડ અને વાઈસ પ્રેસિડન્ટ ક્રિષ્નેન્દુ ચેટરજીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે નાણાકીય વર્ષમાં BFSI ક્ષેત્રે રોજગારીની માગ 29 ટકા વધી છે. જો કે, રિટેલ ધિરાણ ઈન્ડસ્ટ્રીના ગ્રોથ એન્જિનને વેગ આપવા માટે કુશળ પ્રોફેશનલ્સની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં પણ ઉભરતા બજારોમાં ગ્રાહકો સુધી વ્યૂહાત્મક પહોંચ બનાવવા તેમજ વધતી માગને પહોંચી વળવા રોજગારીની માગમાં વધારો જારી રહેશે.