SBI રોકાણકારોને સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય ભારે પડ્યો, 13 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા

એક તરફ ઈલેક્ટોરલ બૉન્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તો બીજીતરફ એસબીઆઈના શેરમાં ઉથલપાથલ જોવા મળી

એસબીઆઈનું માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં 13,075 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 6,90,318.73 પર પહોંચી ગયું

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
SBI રોકાણકારોને સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય ભારે પડ્યો, 13 હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા 1 - image


SBI Stock Market Capitalization : સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બૉન્ડ મામલે આજે ભારતીય સ્ટેટ બેંક (SBI)ને કોઈપણ રાહત ન આપતા તેની અસર એસબીઆઈના શેરમાં પણ જોવા મળી છે. કોર્ટે SBIની ઝાટકણી કાઢી ઈલેક્ટોરલ બૉન્ડની તમામ માહિતી 12 માર્ચની સાંજ સુધીમાં જાહેર કરવા આદેશ આપ્યો છે. આજે આ મામલે એક તરફ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી તો બીજીતરફ એસબીઆઈના શેરમાં ઉથલ-પાથલ જોવા મળી હતી, જેના કારણે એસબીઆઈના રોકાણકારોને 13,075 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

SBIના સ્ટોકમાં ભારે ઉથલ-પાથલ

સુપ્રીમ કોર્ટે (Supreme Court) 15 ફેબ્રુઆરીએ ઈલેક્ટોરલ બૉન્ડ (Electoral Bond)ને ગેરબંધારણીય જાહેર કર્યું હતું. ત્યારબાદ કોર્ટે એસબીઆઈને 6 માર્ચ સુધીમાં તેનો ડેટા આપવા સમય આપ્યો હતો. જોકે એસબીઆઈએ અસમર્થ હોવાનું કહી 30 જૂન સુધીનો સમય માગ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે તેની માંગણીનો અસ્વિકાર કરી છેવડે 11 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. જોકે એસબીઆઈએ હજુ સુધી ડેટા ન આપતા કોર્ટે ઝાટકણી કાઢી હતી. જેના કારણે શેરબજારના 6 કલાક કારોબાર દરમિયાન એસબીઆઈના શેર (SBI Stock)માં ભારે ઉથલપાથલ જોવા મળી હતી.

SBIના રોકાણકારોએ 13075 કરોડ રૂપિયા ગુમાવ્યા

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના શેરની કિંમતોમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજે શેર માર્કેટ ખુલ્યા બાદ તેના શેરની કિંમત 788.65થી તૂટી 770.70 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. કારોબારના અંતે તેના શેરની કિંમત 773.50 રૂપિયે બંધ થઈ હતી. આમ એસબીઆઈના માર્કેટ કેપિટલાઈઝેશનમાં એક દિવસમાં 13075 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

SBIનું માર્કેટ કેપિટલાઈઝેશન 6,90,318.73 પર પહોંચ્યું

ગત સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે ગુરુવારે એસબીઆઈનું માર્કેટ કેપિટલાઈઝેશન 7,03,393.28 કરોડ રૂપિયા હતું, જોકે સોમવારે માર્કેટ બંધ થવાની સાથે જ તે 6,90,318.73 પર પહોંચી ગયું છે. આમ એસબીઆઈમાં રોકાણ કરનારાઓની સંપત્તિમાં 13,075નો ઘટાડો થયો છે.


Google NewsGoogle News