Get The App

ગેરરીતિઓ અટકાવવા RBIની બૅંકોને સલાહ, બેલેન્સ શીટમાં પણ પારદર્શકતા રાખવા અપીલ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
RBI


RBI On Banking System: રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે બૅંકોના બોર્ડ ઑફ ડિરેક્ટર્સને ફરી એકવાર ગેરરીતિઓ અટકાવવા અને બેલેન્સ શીટની પારદર્શકતા જાળવવા આંતરિક શિસ્તપાલનની માર્ગદર્શિકાને વધુ મજબૂત બનાવવા નિર્દેશ કર્યો છે. દાસે બૅંકોને પ્રોડક્ટ્સનું ગેરમાર્ગે દોરતું વેચાણ તથા યોગ્ય કેવાયસી વેરિફિકેશન વિના નવા ખાતા ખોલી આપવા જેવી અયોગ્ય કામગીરી પર અંકુશ લાદવા આંતરિક શિસ્તનો કડક અમલ કરવા કહ્યું છે.

બૅંકના કર્મચારીઓ માટે રિવોર્ડ સિસ્ટમ લાગુ કરવા અપીલ કરી છે. જેમાં પ્રોત્સાહનો કાળજીપૂર્વક ડિઝાઇન કરવા જોઈએ જેથી તેઓ અનૈતિક વ્યવહાર કરવા પ્રોત્સાહિત ન થાય. બૅંકમાં ગેરરીતિની પ્રથાઓ ટૂંકા ગાળાના લાભો આપી શકે છે, પરંતુ અંતે બૅંકોએ ભોગવવું પડશે. તેની પ્રતિષ્ઠા-શાખ જોખમાઈ શકે છે. તેમજ આકરી કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ફેલાવવા પાછળ દિલ્હી સરકારનો નહીં કેન્દ્રનો વાંક! જાણો AAPના મંત્રીએ શું કહ્યું

ભારતીય બૅંકિંગ ક્ષેત્ર એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જે તકોની સાથે સાથે જોખમો અને પડકારોથી ભરપૂર છે. બૅંકિંગ ક્ષેત્ર મજબૂત અને સ્થિર છે. ગયા વર્ષે મે માસમાં આયોજિત બેઠક બાદથી તમામ નાણાકીય સૂચકાંકોમાં સુધારો થયો છે, જે બૅંકિંગ ક્ષેત્રના વિવિધ સહભાગીઓના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે, જેમાં તેમના મેનેજમેન્ટ અને બોર્ડ પણ સમાવિષ્ટ છે. 

ગેરરીતિઓ અટકાવવા RBIની બૅંકોને સલાહ, બેલેન્સ શીટમાં પણ પારદર્શકતા રાખવા અપીલ 2 - image


Google NewsGoogle News