Get The App

શેરોમાં 'અત્ર, તત્ર, સર્વત્ર' મંદી, મંદી, મંદી : આઈટી શેરોમાં કડાકો

- સેન્સેક્સ ૮૨૪ પોઈન્ટ તૂટી ૭૫૩૬૬ : નિફટી ૨૨૭૮૬ સુધી ગબડી અંતે ૨૬૩ પોઈન્ટ તૂટી ૨૨૮૨૯

- હેલ્થકેર, કન્ઝયુમર, કેપિટલ ગુડઝ શેરોમાં ગાબડાં : FPIs/FIIની રૂ.૫૦૧૫ કરોડની વેચવાલી

Updated: Jan 28th, 2025


Google News
Google News
શેરોમાં 'અત્ર, તત્ર, સર્વત્ર' મંદી, મંદી, મંદી : આઈટી શેરોમાં કડાકો 1 - image


અમેરિકાને એઆઈમાં હંફાવતું ચાઈના, યુ.એસ. ફેડ મીટિંગ, બજેટની તૈયારી, રૂપિયાના પતનની અસર

મુંબઈ : અમેરિકાની એઆઈ ટેકનોલોજીમાં સર્વોપરિતાને ચાઈનાના સ્ટાર્ટઅપ ડીપ શીકે ધરાશાયી કરવા લાગતાં અને કેન્દ્રિય બજેટ ૧લી ફેબુ્રઆરીના શનિવારે રજૂ થનાર હોઈ બજેટ સપ્તાહના પ્રથમ દિવસે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળો વચ્ચે આજે ભારતીય શેર બજારો અનેક નેગેટીવ સંકેતોએ ધડામ તૂટી તળીયાની શોધમાં આવી જઈ અત્ર, તત્ર, સર્વત્ર મંદી, મંદી, મંદીની બુમરાડ થવા લાગી હતી.  બજેટમાં આ વખતે ખાસ જોગવાઈઓ કે પ્રોત્સાહનો જાહેર નહીં થવાના અંદાજો, અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાના પતનને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ ૭૦ અબજ ડોલરથી વધુ ખર્ચ કરીને પણ અટકાવી નહીં શકતાં અને અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલે મીટિંગમાં વ્યાજ દરમાં ઘટાડાના બદલે વધારાના સંકેત મળવાના અંદાજો વચ્ચે આજે સ્મોલ, મિડ કેપ શેરો સાથે સેન્સેક્સ, નિફટીમાં નવો કડાકો બોલાઈ ગયો હતો. નિફટીએ ૨૩૦૦૦ની સપાટી ગુમાવી દઈ એક તબક્કે ૩૦૫.૨૦ પોઈન્ટ ગબડીને નીચામાં ૨૨૭૮૬.૯૦ સુધી આવી અંતે ૨૬૩.૦૫ પોઈન્ટ તૂટીને ૨૨૮૨૯ અને સેન્સેક્સ એક તબક્કે ૯૨૨.૮૭ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૫૨૬૭.૫૯ સુધી ગબડી અંતે ૮૨૪.૨૯ પોઈન્ટ તૂટીને ૭૫૩૬૬.૧૭ બંધ રહ્યો હતો. અમેરિકી ડો લર સામે રૂપિયો આજે ૧૪ પૈસા નબળો પડીને ૮૬.૩૪ નજીક રહ્યો હતો.

આઈટી શેરો તૂટયા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે વૈશ્વિક જાયન્ટો ઓપનએઆઈ, ગુગલ અને માઈક્રોસોફ્ટ સહિતને ચાઈનાનું એઆઈ સ્ટાર્ટઅપ ડીપશીક અત્યંત ઓછા ખર્ચમાં સર્વિસિઝ પૂરી પાડીને હંફાવવા લાગ્યું હોવાના અહેવાલોએ વૈશ્વિક બજારોમાં એનવિડીયા અને એએસએમલ પાછળ ટેકનોલોજી શેરોમાં કડાકો બોલાઈ જતાં ભારતીય બજારોમાં પણ આજે આઈટી-સોફ્ટવેર, ટેકનોલોજી શેરોમાં ગાબડાં પડયા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૧૨.૩૧ પોઈન્ટ તૂટીને ૪૧૩૦૧.૩૦ બંધ રહ્યો હતો. માસ્ટેક રૂ.૨૦૧.૪૫ તૂટીને રૂ.૨૩૯૧.૧૫, ઈમુદ્રા રૂ.૭૧.૨૫ તૂટી રૂ.૮૯૦.૬૦, સાસ્કેન રૂ.૧૩૧.૩૫ તૂટી રૂ.૧૮૫૯.૯૫, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૩૧.૫૫ તૂટી રૂ.૪૬૦.૮૫, નેલ્કો રૂ.૬૧.૪૦ તૂટી રૂ.૯૯૯.૫૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૫૧૯.૩૦ તૂટી રૂ.૯૨૮૮.૪૦, લેટેન્ટ વ્યુ રૂ.૨૩ તૂટી રૂ.૪૦૯.૮૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૮૨.૪૫ તૂટી રૂ.૧૭૧૧.૧૦, ટેક મહિન્દ્રા રૂ.૭૦.૩૦ ઘટીને રૂ.૧૬૫૧.૯૫, ઈન્ફોસીસ રૂ.૫૩.૦૫ ઘટીને રૂ.૧૮૨૨.૧૦, ટીસીએસ રૂ.૮૫.૧૦ ઘટીને રૂ.૪૦૬૬.૨૦ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સમાં ગાબડાં 

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં નવેસરથી મોટા ગાબડાં પડવા લાગ્યા હતા. કલ્યાણ જવેલર્સમાં ફરી હેમરિંગે રૂ.૨૧.૪૫ તૂટી રૂ.૪૩૭.૦૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫૫.૨૫ તૂટીને રૂ.૩૫૪૮, વોલ્ટાસ રૂ.૩૮.૩૦ તૂટી રૂ.૧૪૧૮.૩૫, બ્લુ સ્ટાર રૂ.૪૪.૬૫ તૂટી રૂ.૧૭૯૭.૪૦, ટાઈટન કંપની રૂ.૮૦.૩૦ તૂટી રૂ.૩૩૧૮.૨૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૬૧.૭૫ તૂટી રૂ.૧૫,૪૨૫.૪૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૩૪૦.૯૬ પોઈન્ટ તૂટીને ૫૬૮૩૧.૮૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં મંદી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડો મંદીમાં આવ્યાના અહેવાલ વચ્ચે આજે અનેક શેરોના ભાવો તૂટતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૫૦.૪૧ પોઈન્ટ તૂટીને ૪૧૦૫૩.૩૨ બંધ રહ્યો હતો. લૌરસ લેબ રૂ.૬૬.૧૫ તૂટી રૂ.૫૩૫.૧૦, કેપલિન પોઈન્ટ રૂ.૨૩૧.૦૫ તૂટી રૂ.૧૯૦૮.૫૦, ઈન્ડોકો રૂ.૩૦.૫૫ તૂટીને રૂ.૨૫૭.૬૦, સોલારા રૂ.૬૨.૦૫ તૂટી રૂ.૫૫૮.૫૫, ડીકાલ રૂ.૨૧.૮૦ તૂટી રૂ.૨૧૪.૯૫, માર્કસન્સ રૂ.૨૦.૧૦ તૂટી રૂ.૨૩૨.૭૫, થેમીસ મેડી રૂ.૧૮.૯૫ તૂટી રૂ.૨૩૨.૫૦, વોખાર્ટ રૂ.૧૦૦.૫૦ તૂટી રૂ.૧૨૭૫.૧૫, ગ્લેન્ડ ફાર્મા રૂ.૧૧૦.૬૫ તૂટી રૂ.૧૪૪૬.૪૦, બ્લિસ જીવીએસ રૂ.૧૧.૪૫ તૂટી રૂ.૧૫૦.૫૦ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ, ઈન્વેસ્ટરોએ મળ્યા ભાવો શેરો વેચવા લાગતાં વધુ કડાકા બોલાયા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૨૯.૩૧ પોઈન્ટ તૂટીને ૬૧૧૦૧.૮૫ બંધ રહ્યો હતો. પાવર ઈન્ડિયા રૂ.૫૩૫.૧૫ તૂટીને રૂ.૧૦,૮૯૦.૯૫, હિન્દુસ્તાન એરોસ્પેસ રૂ.૧૭૯.૩૦ ઘટીને રૂ.૩૬૬૯.૨૫, હોનટ રૂ.૧૮૯૬.૨૫ તૂટીને રૂ.૩૯,૭૬૨.૩૦, ટીમકેન રૂ.૧૧૩.૬૦ તૂટી રૂ.૨૭૪૮.૪૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૧૫૯.૫૦ તૂટી રૂ.૩૯૮૦.૫૦, ભારત ડાયનામિક્સ રૂ.૪૦.૮૦ ઘટીને રૂ.૧૨૦૦.૧૦, આઈનોક્સ વિન્ડ રૂ.૪.૫૫ ઘટીને રૂ.૧૩૮.૬૦ રહ્યા હતા.

મેટલ શેરોમાં વેચવાલી

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે મોટાપાયે હેમરિંગ કરતાં ગાબડાં પડયા હતા. જિન્દાલ સ્ટીલ રૂ.૪૦.૨૦ તૂટી રૂ.૮૪૨.૫૫, સેઈલ રૂ.૪.૮૦ ઘટીને રૂ.૧૦૩.૪૦, વેદાન્તા રૂ.૧૮.૮૫ ઘટીને રૂ.૪૨૩.૨૦, એપીએલ અપોલો રૂ.૫૩.૨૦ ઘટીને રૂ.૧૫૦૭.૩૫, હિન્દાલ્કો રૂ.૨૦.૫૦ ઘટીને રૂ.૫૮૬.૫૦, એનએમડીસી રૂ.૨.૨૪ ઘટીને રૂ.૬૪.૪૬, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૪૫૧.૨૦, ટાટા સ્ટીલ રૂ.૩.૬૦ ઘટીને રૂ.૧૨૬.૪૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૮૧૪.૨૯ પોઈન્ટ તૂટીને ૨૭૬૯૦.૬૫ બંધ રહ્યો હતો.

સ્મોલ મિડ કેપ શેરોમાં ગાબડાં

ઈન્વેસ્ટરોના લાખના બાર હજાર થવા જેવી સ્થિતિ સર્જાવા લાગી આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઐતિહાસિક ગાબડાં પડતા જોવાયા હતા. અનેક શેરો પત્તાના મહેલની માફક તૂટવા લાગતાં નાનાથી લઈ મધ્યમ હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો ભયભીત બની ગયા હતા. માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી.  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૩૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૫૯૩  અને ઘટનારની સંખ્યા ૩૫૨૨ રહી હતી.

DIIની રૂ.૬૬૪૨ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  સોમવારે કેશમાં રૂ.૫૦૧૫.૪૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૪૮૮.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૫૦૪.૦૩ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૬૪૨.૧૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૬,૫૦૩.૪૩  કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૮૬૧.૨૮ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિમાં જંગી ધોવાણ

શેરોમાં સાર્વત્રિક થયેલા મોટાપાયે ધોવાણના પરિણામે અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૯.૨૦  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૧૦.૩૧  લાખ કરોડ રહી ગયું હતું.

શેરોનાં મહાકડાકામાં તમામ સેકટરલ ઈન્ડેક્સ નેગેટીવ

ઈન્ડેક્સ નામ

સપાટી

ઘટાડો

-

૨૭-૦૧-૨૫

પોઈન્ટમાં

સેન્સેક્સ-૩૦

૭૫૩૬૬.૧૭

-૮૨૪.૨૯

નિફટી-૫૦

૨૨૮૨૯.૧૫

-૨૬૩.૦૫

બીએસઈ મિડકેપ

૪૧૫૭૧.૬૦

-૧૧૪૪.૦૩

બીએસઈ સ્મોલકેપ

૪૮૩૪૬.૩૭

-૧૭૬૧.૧૪

એફએમસીજી

૨૦૧૮૬.૦૭

-૧૮૧.૨૧

ફાર્મા-હેલ્થકેર

૪૧૦૫૩.૩૨

-૧૧૫૦.૪૧

ઈન્ફો. ટેકનોલોજી

૪૧૩૦૧.૩૦

-૧૪૧૨.૩૧

ટેલીકોમ્યુનિકેશન

૨૭૦૨.૮૭

-૧૦૭.૬૬

ઓટોમોબાઈલ

૪૯૪૭૫.૪૦

-૪૯૧.૮૦

કેપિટલ ગુડઝ

૬૧૧૦૧.૮૫

-૧૧૨૯.૩૧

કન્ઝયુમર ડયુરેબલ્સ

૫૬૮૩૧.૮૫

-૧૩૪૦.૯૬

મેટલ ઈન્ડેક્સ

૨૭૬૯૦.૬૫

-૮૧૪.૨૯

ઓઈલ-ગેસ

૨૪૫૭૨.૬૭

-૬૦૯.૨૫

પાવર ઈન્ડેક્સ

૬૩૧૨.૨૬

૧૪૮.૨૬

રિયાલ્ટી ઈન્ડેક્સ

૬૬૦૦.૨૯

૧૧૬.૨૩

Tags :
Sensex

Google News
Google News