શેરબજારમાં વોલેટિલિટી વધી, આજે રોકાણકારોએ રૂ. 3.16 લાખ કરોડ ગુમાવ્યા, આ શેરોમાં મોટી વધ-ઘટ
Stock Market Closing Bell: ભારતીય શેરબજાર સળંગ ત્રણ ટ્રેડિંગ સેશનમાં રોજ નવી રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ આજે વોલેટાઈલ રહ્યા હતા. સેન્સેક્સ 502 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 220.05 પોઈન્ટ ઘટી 75170.45 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 44.30 પોઈન્ટ ઘટી 22888.15ના લેવલે બંધ રહ્યો હતો.
પોઝિટીવ શરૂઆત બાદ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ શરૂ થયા હતા. જેના પગલે છેલ્લા અંતિમ ટ્રેડિંગ સેશનમાં વેચવાલીનું પ્રમાણ વધતાં સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડે બંધ રહ્યા હતા. ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, પીએસયુ બેન્ક, પાવર અને રિયાલ્ટી ઈન્ડેક્સ 1થી 2 ટકા તૂટ્યા હતા. એકમાત્ર ફાર્મા ઈન્ડેક્સ 0.5 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો.
નિફ્ટી 50 ટોપ લૂઝર્સ
નિફ્ટી 50 ટોપ ગેઈનર્સ
વોલેટિલિટી વધવાનો સંકેત
માર્કેટમાં વોલેટિલિટી વધવાનો સંકેત ઈન્ડિયા VIX ઈન્ડેક્સ આપી રહ્યો છે. ઈન્ડિયા VIX ઈન્ડેક્સ આજે 4.32 ટકા ઉછળી 24.20 પર બંધ રહ્યો છે. જે ઈન્ટ્રા ડે 24.48ની ટોચે પહોંચ્યો હતો. આ ફિઅર ઈન્ડેક્સમાં સતત વૃદ્ધિ શેરબજારમાં ભારે વોલેટિલિટીનો સંકેત આપે છે.
નિષ્ણાતોના મતે શેરબજાર
માર્કેટ નિષ્ણાતો નિફ્ટીની 23000ની સપાટી પર ફોકસ કરી રહ્યા છે. 22950-23000ના મજબૂત રેઝિસ્ટન્સ લેવલ સાથે સ્થિરતા જળવાઈ રહેશે. જો આ લેવલમાં ફેરફાર થાય તો મોટાપાયે સેલિંગ પ્રેશર જોવા મળે તેવો આશાવાદ નિષ્ણાતો આપી રહ્યા છે.
(નોંધઃ અહીં આપવામાં આવેલી વિગતો માત્ર માહિતી માટે જ છે. રોકાણ માટે સલાહ આપતી નથી. રોકાણ અંગે નિર્ણયો લેતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)