Get The App

શેરબજારમાં તેજીનો દોર અટક્યો! સેન્સેક્સમાં 1130, નિફ્ટીમાં 370 પોઈન્ટનો કડાકો, રોકાણકારો નિરાશ

Updated: Jan 17th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં તેજીનો દોર અટક્યો! સેન્સેક્સમાં 1130, નિફ્ટીમાં 370 પોઈન્ટનો કડાકો, રોકાણકારો નિરાશ 1 - image


Sensex and Nifty: ભારતીય શેરબજારમાં આજે નિરાશાજનક શરૂઆત થઇ હતી. સેન્સેક્સ 1130 અને નિફ્ટી 370 પોઈન્ટના કડાક સાથે ખૂલ્યાં હતા. જ્યારે બેન્ક નિફ્ટીમાં પણ 1552 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. એચડીએફસી બેન્કના ત્રિમાસિક પરિણામો બાદ બુધવારે બજારોમાં નિરાશા જોવા મળી હતી. એચડીએફસીના શેર 109 રૂપિયા સુધી ગગડીને 1570 રૂપિયા પર ખૂલ્યા હતા. 

બેન્કોના શેરોમાં મોટો કડાકો 

માહિતી અનુસાર એચડીએફસી બેન્કે ગઈકાલે સાંજે બજાર બંધ થયા બાદ તેના પરિણામ જાહેર કર્યા હતા. તેની અસર બુધવારે બજાર ખુલતા જ દેખાઈ. બીએસઈના સેન્સેક્સ પર મોટાભાગની બેન્કના સ્ટોક નીચે ચાલી રહ્યા છે. તેમાં યસ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, આઈસીઆઈસીઆઈ, એક્સિસ અને કોટકના શેર પણ નીચે ખુલ્યાં હતા. એનએસસીના નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. 

શેરબજારમાં તેજીનો દોર અટક્યો! સેન્સેક્સમાં 1130, નિફ્ટીમાં 370 પોઈન્ટનો કડાકો, રોકાણકારો નિરાશ 2 - image


Google NewsGoogle News