GDPના આંકડા જાહેર થયા બાદ શેરબજારમાં તોફાની તેજી, નિફ્ટી અને સેન્સેક્સે રચ્યો ઈતિહાસ

- આજે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
GDPના આંકડા જાહેર થયા બાદ શેરબજારમાં તોફાની તેજી, નિફ્ટી અને સેન્સેક્સે રચ્યો ઈતિહાસ 1 - image


નવી દિલ્હી, તા. 01 માર્ચ 2024, શુક્રવાર

કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે ડિસેમ્બર ક્વાર્ટરના GDP ગ્રોથ (Indian GDP Growth)ના આંકડા જારી કરવામાં આવ્યા હતા. જે અગાઉ લગાવવામાં આવેલા તમામ અનુમાનો કરતાં શ્રેષ્ઠ છે. Q3માં ઈન્ડિયન ઈકનોમી 8.4%ના રેકોર્ડ ગતિથી આગળ વધ્યો છે. ઈકોનોમીની તેજ રફ્તારની અસર શેરબજાર (Stock Market) પર પણ જોવા મળી રહી છે. આજે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે. બીએસઈનો સેન્સેક્સ જ્યાં 1000 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ NSEનો નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે.

નિફ્ટી અને સેન્સેક્સે રચ્યો ઈતિહાસ

NSE નિફ્ટીએ 22,312.65ના નવા રેકોર્ડ સર્જ્યો છે અને પહેલીવાર નિફ્ટી 22,300ની ઉપર નીકળી ગયો છે. આજે નિફ્ટીની શરૂઆત 22,048.30ના સ્તર પર થઈ હતી. BSE સેન્સેક્સે પણ નવો રેકોર્ડ બનાવ્યો છે અને તે 73,590.58ના ઓલટાઇમ હાઈ લેવલ પર ચાલ્યો ગયો છે. તેની શરૂઆત આજે 72,606 પર થઈ હતી અને ઈન્ટ્રાડે સેન્સેક્સમાં બે કલાકના કારોબાર દરમિયાન તે 1000 ટકાથી વધુ ઉછાળો આવ્યો હતો. સવારે 11:30 વાગ્યે સેન્સેક્સ 1,026.21 પોઈન્ટ અથવા 1.42 ટકાના ઉછાળા સાથે 73,526.51ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો. ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 72,500.30 પર બંધ થયો હતો.

સેન્સેક્સની જેમ જ નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી (Nifty50) માં પણ તોફાની તેજી આવે અને તે 308.85 પોઈન્ટ અથવા 1.40%ની જોરદાર તેજી સાથે 22,291.65ના લેવર પર જઈ પહોંચ્યો હતો. નિફ્ટી અગાઉના બંધ 21,982.80ની સરખામણીએ શુક્રવારે 22,048ના સ્તર પર કારોબારની શરૂઆત કરી હતી.

BSEની 30માંથી 29 કંપનીઓના શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા હતા. આમાં સામેલ સૌથી મોટા ગેનર્સની વાત કરીએ તો Tata Steelનો શેર 4.68%ના ઉછાળા સાથે રૂ. 147.50 પર પહોંચ્યો હતો, જ્યારે JSW Steel Limitedનો સ્ટોક 4.18%ની તેજી સાથે રૂ. 833.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઉપરાંત  Larsen and Toubroના શેર 3.22 ટકા વધીને રૂ. 3,593.65 પર પહોંચી ગયા હતા.

Midcap કંપનીઓનું શાનદાર પ્રદર્શન

Midcap કંપનીઓના શેરોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા 6.06%, ઓઈલ ઈન્ડિયા લિમિટેડનો સ્ટોક 5.01%, વોડાફોન-આઈડિયાના શેર (Vodafone Idea Share) 4.03% ઉછળીને કારોબાર કરી રહ્યો હતો. આ ઉપરાંત ટોરેન્ટ પાવર, NIACL, Jindal Steel, BHEL સહિત અન્ય શેરોમાં પણ 3 થી 4%ની તેજી જોવા મળી રહી છે.  

શેરબજારમાં રેકોર્ડ તેજીની પાછળનું કારણ ગુરુવારે જાહેર કરવામાં આવેલા જીડીપીના આંકડા માનવામાં આવી રહ્યા છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર (Fastest Growing Economy) બન્યુ છે. તેની તેજ રફતારનું નવીનતમ ઉદાહરણ India Q3 GDPના આંકડા છે. ગુરુવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા તમામ અંદાજો કરતા ઘણા શ્રેષ્ઠ રહ્યા છે અને ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા (Indian Economy) 8.4%ના ગ્રોથ રેટથી આગળ વધી છે. 


Google NewsGoogle News