શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક સુધારો, સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23000 ક્રોસ
Stock Market Boom: ભારતીય શેરબજારમાં ગઈકાલે મોટા કડાકા બાદ આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. સેન્સેક્સ 850થી વધુ પોઈન્ટ ઉછળ્યો છે. નિફ્ટી પણ ફરી પાછું 23000નું લેવલ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. બેન્કિંગ, ઓટો અને રિયાલ્ટી સેગમેન્ટમાં લેવાલી વધતાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે સ્મોલકેપ, મીડકેપ શેર્સમાં મોટાપાયે વેચવાલી રહી છે. આવતીકાલે રજૂ થનારા બજેટ પૂર્વે અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારોએ સાવચેતીનું વલણ દર્શાવ્યું છે.
સેન્સેક્સ-નિફ્ટી50ની સ્થિતિ
સેન્સેક્સ સુધારા સાથે ખૂલ્યા બાદ 847.68 પોઈન્ટ વધી 76213.85ના હાઈ લેવલે પહોંચ્યો હતો. જે 12.41 વાગ્યે 760.84 પોઈન્ટ ઉછાળા સાથે 76127.01 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 22960.45ના લેવલે ખૂલ્યા બાદ 12.42 વાગ્યે 185.70 પોઈન્ટ ઉછળી 23014.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે ટ્રેડિંગ માહોલ 50-50 જોવા મળ્યો હતો. 25 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 25 ઘટાડા તરફી કારોબાર થઈ રહી હતી.
546 શેર વર્ષના તળિયે
સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો સુધારો નોંધાયો હોવા છતાં 546 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. જ્યારે 535 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3980 પૈકી 1056 શેર સુધારા તરફી અને 2797 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. પરિણામે સ્ટોક સ્પેસિફિક સુધારાના કારણે માર્કેટ બ્રેડ્થ એકંદરે નેગેટિવ જોવા મળી છે.
આ પણ વાંચોઃ સપ્તાહમાં ચાર જ દિવસ કામ: એક સાથે 200 કંપનીઓએ લાગુ કર્યો નિયમ, કર્મચારીઓ ખુશખુશાલ
સ્મોલકેપ શેર્સમાં આજે ફરી મોટુ ગાબડું
સ્મોકકેપ ઈન્ડેક્સ ગઈકાલે 1000 પોઈન્ટથી વધુ તૂટ્યા બાદ આજે વધુ 900 પોઈન્ટ તૂટ્યો છે. અનંતરાજ, પાવર ઈન્ડિયા, અપાર ઈન્ડસ્ટ્રીઝ સહિતના ઘણા સ્મોલકેપ શેર્સ 20 ટકા સુધી તૂટ્યા છે. મીડકેપ શેર્સ પણ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. આજે ઓટો, રિયાલ્ટી, અને બેન્કિંગ શેર્સમાં નીચા મથાળેથી ખરીદી વધી છે. આ સિવાય મોટાભાગના સેગમેન્ટમાં માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું છે.
નિફ્ટી50 ખાતે શેર્સની સ્થિતિ