શેરબજારમાં ભારે વોલેટિલિટી, સેન્સેક્સ 636 પોઈન્ટ તૂટ્યા બાદ સુધર્યો, રોકાણકારોએ રૂ. 7 લાખ કરોડ ગુમાવ્યા
Stock Market Today: શેરબજારમાં આજે ભારે વોલેટિલિટી જોવા મળી છે. 1.56 વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં 736.28 પોઈન્ટના અપ-ડાઉન બાદ 369.05 પોઈન્ટ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 22300ની સાયકોલોજિકલ સપાટી તોડી હતી. આ સાથે રોકાણકારોએ આજના ટ્રેડિંગ સેશનમાં 7 લાખ કરોડ ગુમાવ્યા છે.
બીએસઈની માર્કેટ કેપ એક તબક્કે ઘટી 396 લાખ કરોડ આસપાસ પહોંચી હતી. જે 1.58 વાગ્યે 398.58 લાખ કરોડ હતી. બીએસઈ ખાતે 328 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી છે. જો કે, બીજી બાજુ 201 શેરોમાં 20 ટકા સુધીની અપર સર્કિટ અને 172 શેરો 52 Week High થયા હતા. સેક્ટોરલ ઈન્ડેક્સમાં એફએમસીજી સિવાય 13 સેક્ટર્સ ઘટ્યા છે.
પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તેમના હોલ્ડિંગ્સ પર હેજ કરવા પુટ ઓપ્શન્સમાં સાવચેતી સાથે ખરીદી કરી રહ્યા છે. બીજુ ટ્રેડર્સ કોલ અને પુટ ઓપ્શન્સની ખરીદી દ્વારા ચૂંટણી બાદની સ્થિતિને આધારે મોટાપાયે સટ્ટો રમી રહ્યા હોય તેવુ નિષ્ણાતે જણાવ્યું છે.
એન્જલ વનના ટેક્નિકલ અને ડેરિવેટિવ રિસર્ચ હેડ સમિત ચ્વહાણે જણાવ્યું હતું કે, નિફ્ટી 50 માટે સપોર્ટ લેવલ 22300-22200 છે. આ લેવલ તોડે તો મંદી જોર પકડશે. જેનું રેઝિસ્ટન્સ લેવલ 22600-22800 છે.