દિવાળી બાદ શેર બજાર ખૂલતાં જ ધડામ: સેન્સેક્સ 750 અંક તૂટ્યો
Stock Market Update: ભારતીય શેરબજારમાં આજે દિવાળીના મુહૂર્ત બાદ પ્રથમ ટ્રેડિંગ સેશન હતું, પરંતુ ભારતીય બજારમાં સેન્સેક્સ 750 અંક તૂટ્યો છે. સ્થાનિક શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી પરંતુ બજાર ખુલ્યાની 20 મિનિટમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
આજે વધુ નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે
શેરબજારમાં તીવ્ર ઘટાડા પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને નવેમ્બર સિરીઝની શરૂઆત સાથે IT શેરમાં આવેલા જબરદસ્ત ઘટાડાને કારણે આજે વધુ નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઘટાડો
સવારે 9.42 વાગ્યે સેન્સેક્સ 758.59 અંક એટલે કે 0.95 ટકા ઘટીને 78,965.53ના સ્તરે પહોંચી ગયો છે. આ સાથે NSE નિફ્ટી 230.75 અંક એટલે કે 0.95 ટકાના જંગી ઘટાડા સાથે 24,073 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30 શેર્સમાંથી માત્ર 5માં વધારો જોવા મળી રહ્યો છે અને તેના 25 શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.