શેરબજારમાં આકર્ષક ઉછાળા સાથે સપ્તાહની શુભ શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી નવી રેકોર્ડ હાઈ બનાવવા સજ્જ
Stock Market Today: ભારતીય શેરબજારે શુક્રવારે ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ આ સાપ્તાહની શરૂઆત પોઝિટીવ નોટ સાથે થઈ છે. સેન્સેક્સ 150 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યાં બાદ વધી રેકોર્ડ ટોચની નજીક 80809.8ના લેવલે પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકની 30 પૈકી 17 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 12 સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી.
શેરબજારમાં વોલેટિલિટીમાં વૃદ્ધિ સાથે સેન્સેક્સ ખાતે ટ્રેડેડ કુલ 3889 સ્ક્રિપ્સમાં 50-50 ટ્રેન્ડ જોવા મળ્યો હતો, અર્થાત 1829 શેર્સ પોઝિટીવ અને 1891 શેર્સ નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. 225 શેર્સ વર્ષની ટોચે, જ્યારે 28 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 257 શેર્સમાં અપર સર્કિટ અને 250 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
ઈક્વિટી NFO થકી ફંડોમાં રૂ. 14,370 કરોડનું રેકોર્ડ રોકાણ
શેર્સની સ્થિતિ
સમાચાર લખાયા ત્યાં સુધી બીએસઈ ખાતે ગોડફે ફિલિપ્સ ઈન્ડિયા વાર્ષિક ટોચ નોંધાવી 11.51 ટકા, આઈએફસીઆઈ પણ નવી રેકોર્ડ ટોચ નોંધાવી 11.38 ટકા, જેકે ટાયર 10.94 ટકા, તનલા 9.07 ટકા ઉછાળા સાથે ટોપ ગેનર્સ રહ્યા છે. જ્યારે એનએસઈ નિફ્ટી ખાતે એચસીએલ, ઓએનજીસી, શ્રીરામ ફાઈનાન્સ, એનટીપીસી, ડો. રેડ્ડીઝ ટોપ ગેનર્સ જ્યારે એશિયન પેઈન્ટ્સ, ગ્રાસિમ, ટાટા સ્ટીલ, એલએન્ડટી, ટાઈટન ટોપ લૂઝર્સ થઈ ટ્રેડ થઈ રહ્યા હતા.
માર્કેટ નિષ્ણાતના મતે, નિફ્ટી આ સપ્તાહે 24150-24450ની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. બજેટ સુધી માર્કેટમાં વોલેટિલિટી રહેવાની શક્યતા છે. જો કે, બુલિશ કેન્ડલ ફોર્મેશનના સાથે સેન્સેક્સ 24900 અને 25600ના ટાર્ગેટ ક્રોસ કરી શકે છે. કેપિટલ ગુડ્સ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ આજે ગ્રીન ઝોનમાં કારોબાર થઈ રહ્યા છે. આઈટી સેક્ટરની ટોચની કંપનીઓના પ્રોત્સાહક પરિણામો તેમજ વૈશ્વિક સ્તરે પણ પોઝિટીવ પરિબળોના કારણે શેરબજારમાં બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
ડિસ્ક્લેમરઃ આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.