Sensex અને Niftyમાં આજે કરેક્શનનો માહોલ, સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં રેકોર્ડ તેજી જારી
Stock Market Today: ભારતીય શેરબજારની સાપ્તાહિક તેજીએ આજે વિરામ લીધો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા તરફી ખૂલ્યા બાદ આજે કરેક્શન મોડ પર ટ્રેડ થઈ રહ્યા છે. બેન્કિંગ-ફાઈનાન્સિયલ સર્વિસિઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, અને ખાનગી બેન્કોના શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બીએસઈ માર્કેટ કેપ 448.43 લાખ કરોડ થયું છે.
સેન્સેક્સ આજે 270.69 પોઈન્ટ ઘટાડે ખૂલ્યા બાદ 570.71 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.47 વાગ્યે 284 પોઈન્ટ ઘટાડે નિફ્ટી 44.80 પોઈન્ટ ઘટાડે 24257.35 પર ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ ખાતે કુલ 3780 સ્ક્રિપ્સમાંથી 2037 શેર્સ સુધારા તરફી અને 1606 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જે માર્કેટબ્રેડ્થ પોઝિટીવ દર્શાવે છે. 246 શેર્સમાં અપર સર્કિટ, 155 શેર્સમાં લોઅર સર્કિટ, 289 શેર્સ 52 વીક હાઈ અને 14 શેર્સ વર્ષના તળિયે ટ્રેડ પહોંચ્યા છે.
સ્મોલકેપ-મીડકેપ આજે ફરી નવી રેકોર્ડ ટોચે
લાર્જકેપ શેર્સમાં કરેક્શન જોવા મળ્યુ છે, બીજી બાજુ સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં તેજીનો દોર જારી રહેતાં આજે ઈન્ડેક્સ ફરી નવી રેકોર્ડ ટોચે,પહોંચ્યા છે. મીડકેપ સેગમેન્ટમાં આઈઆરએફસી, સીજી પાવર, NIACL, GICREના શેર 5 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે સ્મોલકેપ શેર્સ 20 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. સ્મોલેકપ 325 પોઈન્ટ અને મીડકેપમાં 134 પોઈન્ટના ઉછાળે કારોબાર થઈ રહ્યા છે.
શેરબજારમાં કરેક્શન પાછળનું કારણ એચડીએફસી બેન્કમાં વેચવાલીનું પ્રેશર છે. એચડીએફસી બેન્ક 4 ટકા ઘટ્યો હતો. એચડીએફસી બેન્કમાં ઘટાડા પાછળનું કારણ તેના જૂન ત્રિમાસિકના બિઝનેસની અપડેટ્સ છે. બેન્કે અપેક્ષા કરતાં નબળુ પ્રદર્શન છે. છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાંથી આઠ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે બુલિશ રહ્યું છે. જેથી નિષ્ણાતો માર્કેટમાં એકાદ કરેક્શન આવવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.