સેન્સેક્સ અને નિફ્ટી આજે ફરી ડાઉન, મિડકેપ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે, જાણો શેર્સની સ્થિતિ
Stock Market Today: ભારતીય શેરબજારમાં કરેક્શનનો માહોલ આજે પણ જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ આજે 245 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ પ્રોફિટ બુકિંગના કારણે 300થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. 10.45 વાગ્યે 282.28 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં ટાટા મોટર્સ, એચસીએલ ટેક, ટાટા સ્ટીલ, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ, ટીસીએસ સહિત 11 શેર્સ 2 ટકા સુધી ઉછાળે, જ્યારે 19 શેર્સ 1.53 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા.
એનએસઈ નિફ્ટી પણ 24402નું લેવલ ક્રોસ કર્યા બાદ 10.47 વાગ્યે 73.60 પોઈન્ટ ઘટાડે 24250 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ખાતે 23 શેર્સ ગ્રીન ઝોનમાં અને 26 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડેડ હતા.
મિડકેપમાં તેજીનો દોર જારી
મિડકેપ સેગમેન્ટમાં તેજીનો દોર હજી જારી છે. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 47753.3ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. યસ બેન્ક, સોના કોમ્યુનિકેશન, ટ્રેન્ટના શેર્સમાં વોલ્યૂમ આકર્ષક જોવા મળ્યા છે. ઈન્ડેક્સ ખાતે ટ્રેડેડ કુલ 126 શેર્સમાંથી 57 શેર્સ સુધર્યા છે, 69 શેર્સ ઘટાડે ટ્રેડેડ છે.
સેન્સેક્સ 1000 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 426 પોઈન્ટ તૂટ્યો, 2573 શેર્સ ઘટાડે બંધ
માર્કેટ નિષ્ણાતોના મતે માર્કેટમાં બુલિશ ટ્રેન્ડ હજી જારી છે. માર્કેટ ઓવરબોટ થયુ હોવાથી કરેક્શન જોવા મળી શકે છે. જો કે, તેનો લાભ લેતાં નીચા મથાળે ખરીદી કરવાની રણનીતિ અપનાવવા સલાહ આપી રહ્યા છે. વૈશ્વિક સ્તરે શેરબજારમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ટોક્યો, હોંગકોંગ, શાંઘાઈ જેવા એશિયન માર્કેટમાં તેજી જોવા મળી છે. બુધવારે અમેરિકી ડાઉ જોન્સ, નાસડેક ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.