સેન્સેક્સ અને નિફ્ટીની વોલેટિલિટી સાથે આગેકૂચ, ફરી નવી રેકોર્ડ ટોચે, જાણો શેર્સની સ્થિતિ
Stock Market Today: શેરબજાર સતત નવી ઓલટાઈમ હાઈ સપાટીએ સ્પર્શી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી વોલેટિલિટી સાથે આગેકૂચ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 202.3 પોઈન્ટ ઘટાડે ખૂલ્યા બાદ થોડી જ ક્ષણોમાં 326.18 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, બાદમાં 193.9 પોઈન્ટના ઉછાળા સાથે નવી 80910.45ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ ઘટાડે ખૂલ્યા બાદ 24678.90ની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.
રોકાણકારોની મૂડી 3.29 લાખ કરોડ ઘટી
માર્કેટમાં વોલેટિલિટીના પગલે રોકાણકારોની મૂડી રૂ. 3.29 લાખ કરોડ ઘટી છે. 11.04 વાગ્યે માર્કેટ કેપ 451.95 લાખ કરોડ થયુ હતું. બીએસઈ ખાતે ટ્રેડેડ 3808 સ્ક્રિપ્સ પૈકી 1243 શેર્સ સુધારા તરફી અને 2415 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 197 શેર્સ વર્ષની ટોચે અને 20 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 198 શેર્સમાં અપર સર્કિટ અને 214 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે.
11.08 વાગ્યે સેન્સેક્સ પેકમાં ટીસીએસ 2.43 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 1.75 ટકા, ટેક્ મહિન્દ્રા 0.87 ટકા, બજાજ ફિનસર્વ 0.84 ટકા અને એસબીઆઈ 0.75 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે અદાણી પોર્ટ્સ 1.28 ટકા, ટાટા સ્ટીલ 1.23 ટકા, અલ્ટ્રા ટેક 1.21 ટકા અને એનટીપીસી 1.01 ટકા ઘટાડે ટ્રેડેડ છે.
જેપી મોર્ગન ઈન્ડેક્સમાં જોડાયા બાદ FPIનું રોકાણ બમણું
એનએસઈ ખાતે એલએન્ડટી 3 ટકા, ટીસીએસ 2.60 ટકા, એચયુએલ 2.03 ટકા, ઓએનજીસી 1.49 ટકા અને બજાજ ફિનસર્વ 1.16 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે બજાજ ઓટો, હિરો મોટોકોર્પ, કોલ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ 1.29 ટકાથી 3.52 ટકા ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.
એફએમસીજી, આઈટી-ટેક્. સિવાય તમામ ઈન્ડેક્સ રેડઝોનમાં
સેક્ટોરલ ઈન્ડેક્સમાં એફએમસીજી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ સિવાય તમામ ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી ઈન્ડેક્સ 0.62 ટકા, એફએમસીજી 0.60 ટકા, અને ટેક્. 0.52 ટકા ઘટાડે ટ્રેડેડ છે. જ્યારે મીડકેપ 1.51 ટકા, સ્મોલકેપ 1.49 ટકા ઘટ્યા છે. રિયાલ્ટી 1.27 ટકા, પીએસયુ 1.66 ટકા, મેટલ 1.25 ટકા, પાવર 2.06 ટકા ઘટાડે ટ્રેડેડ છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.