શેરબજારમાં તેજીની આગેકૂચ, સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 25000 નજીક
Stock Market Today: ભારતીય શેરબજાર સાવચેતીના પગલાં સાથે આગેકૂચ કરતાં જોવા મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી માર્કેટના ફર્સ્ટ હાફમાં નોંધાયેલો ઉછાળો સેકન્ડ હાફમાં ધોવાઈ રહ્યો છે. આજે સેન્સેક્સ ગ્રીન સિગ્નલમાં ખૂલ્યા બાદ 302.62 પોઇન્ટ વધ્યો હતો. 10.40 વાગ્યે 267.06 પોઇન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી સતત 25 હજારનું લેવલ ક્રોસ કરવા પ્રયાસ કરતો નજરે ચડ્યો છે. આજે 24954.45ના લેવલે પહોંચ્યા બાદ નિફ્ટી ફરી પાછો ઘટ્યો હતો. 10.40 વાગ્યે 80.20 પોઇન્ટ સુધારા સાથે 24937.50 પર કારોબાર થઈ રહ્યો છે.
માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3759 સ્ક્રિપ્ટ્સ પૈકી 2192 શેર્સ ગ્રીન ઝોનમાં અને 1407 રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ 273 શેર્સમાં વર્ષની નવી ટોચ અને 13 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 263 શેર્સમાં અપર સર્કિટ અને 145 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકના 21 શેર્સ 3 ટકા સુધી ઉછાળે જ્યારે 9 શેર્સ 1 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. જે માર્કેટ બ્રેડ્થ એકંદરે પોઝિટીવ હોવાનો સંકેત આપે છે. જો કે, સાથે સાવચેતીનું વલણ પણ જોવા મળ્યું છે.
આ પણ વાંચોઃ વિશ્વના વિશાળ ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ શરૂ કરવા મંજુરી મળી
પ્રોફિટ બુકિંગ વધ્યું
ટોચના 13 સેક્ટરોલ સઈન્ડેક્સમાં રોકાણકારો પ્રોફિટ બુકિંગની સાથે સાથે નીચા મથાળે ખરીદી પણ કરી રહ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધીમાં ટેલિકોમ, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સમાં પ્રોફિટ બુકિંગ વધ્યું હતું. બૅન્કેક્સ, મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.50 ટકા સુધર્યા છે.
એનએસઈ ખાતે ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ
(સ્રોતઃ NSE, ભાવ 10.48 વાગ્યા સુધીના)
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે ઍક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે ઍક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.