Stock Market Today: શેરબજારમાં વોલેટિલિટી વધી, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન
Stock Market Today: ભારતીય શેરબજારે ગઈકાલે આકર્ષક રિકવરી નોંધાવ્યા બાદ આજે ફરી ઘટાડે કારોબાર કરી રહ્યા છે. વોલિટિલિટીમાં વધારાની સાથે સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા બાદ 570.09 પોઈન્ટ તૂટ્યો હતો. જો કે, નિફ્ટીએ નેગેટિવ માહોલ વચ્ચે 24000નું લેવલ જાળવી નાખ્યું છે. બીજી બાજુ ગઈકાલે રૂપિયો પણ ડોલર સામે ઓલટાઈમ હાઈ લેવલે બંધ રહ્યો હતો.
10.52 વાગ્યે સેન્સેક્સ 296.37 પોઈન્ટ ઘટી 79171 પર અને નિફ્ટી 85.70 પોઈન્ટ તૂટી 24211.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 50માં ટ્રેડેડ 37 શેર્સ ઘટાડે અને 13 શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બીએસઈ ખાતે 3722 શેર્સ પૈકી 2051 શેર્સ સુધારા તરફી અને 1514 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. 193 શેર્સ અપર સર્કિટ, 186 શેર્સ લોઅર સર્કિટ વાગી છે.
આરબીઆઈની મોનેટરી પોલિસીમાં વ્યાજના દરો સતત નવમી વખત જાળવી રાખ્યા છે. ફુગાવામાં વૃદ્ધિ તેમજ ટકાઉ ગ્રોથ માટે ભાવની સ્થિરતા અત્યંત જરૂરી છે. વૈશ્વિક સ્તરે પડકારોને ધ્યાનમાં રાખતાં હાલ વ્યાજના દરોને યથાવત રાખવા નિર્ણય લેવાયો છે.
રૂપિયો 2 પૈસા સુધર્યો
આજે રૂપિયો ડોલર સામે સવારે 2 પૈસા સુધરી 83.94 પર ખૂલ્યો હતો. જે ગઈકાલે 83.96ના રેકોર્ડ તળિયે હતો. પોલિસીની જાહેરાત થતાં બોન્ડ યીલ્ડમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે ડોલર ઈન્ડેક્સ ઘટી 103.06ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.