Get The App

શેરબજારમાં આજે ફરી ઉછાળો, સેન્સેક્સ 650 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 5.4 લાખ કરોડનો વધારો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
Stock market Today


Stock Market Today: ગઈકાલે હરિયાણામાં ભાજપની જીત અને જમ્મુ અને કાશ્મીરમાં પણ સારો એવો પ્રતિસાદ મળવા ઉપરાંત આજે આરબીઆઈ દ્વારા જીડીપી ગ્રોથ પોઝિટિવ હોવાની જાહેરાત સાથે શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ આજે 300 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 650 પોઈન્ટ વધ્યો હતો. નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 25250ના લેવલ તરફ આગેકૂચ કરી હતી.

સાર્વત્રિક લેવાલીથી કમાણી

શેરબજારમાં ગત સપ્તાહે કરેક્શન નોંધાયા બાદ હવે ફરી સ્થિર બન્યા છે. આજે ફરી સાર્વત્રિક ધોરણે લેવાલીના માહોલ સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. 5.4 લાખ કરોડનો વધારો થયો છે. બીએસઈ ખાતે 308 શેર્સમાં અપર સર્કિટ અને 143 શેર્સ 52 વીક હાઈ થયા હતા. સમાચાર લખાયા ત્યાં સુધીમાં 3805 શેર્સ પૈકી 2959માં સુધારો અને 728માં ઘટાડો નોંધાયો હતો. આરબીઆઈએ જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળો હોવા છતાં વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતાં વ્યાજના દરો 6.5 ટકાના દરે જાળવી રાખવા નિર્ણય લેવાયો છે.

11.15 વાગ્યે સેન્સેક્સ 612.63 પોઈન્ટના ઉછાળા સાથે 82247.44 અને નિફ્ટી 201.25 પોઈન્ટ ઉછળી 25214.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં તેજીનો દોર જારી રહ્યો છે. લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ ઈન્ડેક્સ 1.68 ટકા અને મીડકેપ 1.48 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. પાવર અને રિયાલ્ટી શેર્સમાં ધૂમ તેજી છે. એફએમસીજી ઈન્ડેક્સ 0.37 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટી50 ખાતે ટ્રેડેડ શેર્સની સ્થિતિ (11.18 વાગ્યા સુધીમાં)

શેરછેલ્લો ભાવઉછાળો
SHRIRAMFIN3460.853.95
BAJFINANCE74053.03
TRENT8266.752.8
TATAMOTORS944.52.69
BHARTIARTL17012.63
શેરછેલ્લો ભાવઘટાડો
NESTLEIND2519.85-2.4
ITC501.4-1.29
BRITANNIA6132.1-1.17
ONGC291.45-0.68
HINDUNILVR2808.95-0.35

શેરબજારમાં આજે ફરી ઉછાળો, સેન્સેક્સ 650 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 5.4 લાખ કરોડનો વધારો 2 - image


Google NewsGoogle News