લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ડાઉન
Stock Market Today: કેન્દ્રીય બજેટ 2024માં નાણાકીય અને બિન નાણાકીય એસેટ્સ પર લેવામાં આવતાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારી 12.5 ટકા કરવામાં આવતાં શેરબજાર કડડભૂસ થયા છે. સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો છે. જ્યારે નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું છે. એફએન્ડઓના લીધે માર્કેટમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓનું પ્રમાણ વધ્યું હોવાના અહેવાલોના પગલે બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. એફએન્ડઓ પર એસટીટી વધારી 0.02 અને 0.01 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
કેન્દ્રીય બજેટ 2024ની જાહેરાત થવાની સાથે જ સેન્સેક્સમાં 300 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, હજી કોઈ સ્પષ્ટ વલણ ન જણાતાં શેરબજારમાં વોલેટિલિટી વધી છે. સૌ કોઈની નજર બજેટમાં થનારી જાહેરાતો પર છે. સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ 220 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. 10.45 વાગ્યે 97.64 પોઈન્ટ ઘટાડે 80404.44 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બજેટ શરૂ થતાં જ સેન્સેક્સ 100 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 24500ના લેવલ પરત મેળવ્યું છે.
નિફ્ટી 24568.90 પર ખૂલ્યા બાદ વધી 24582.55 થયો હતો. જો કે, બાદમાં વોલેટિલિટીના કારણે 24500નું લેવલ તોડ્યું હતું. 10.46 વાગ્યે 45.60 પોઈન્ટના ઘટાડે 24463.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પેકમાં સામેલ 32 શેર્સ ઘટાડે અને 18 શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. શેરબજાર છેલ્લા થોડા દિવસથી સતત નવા ઉછાળો નોંધાવ્યા બાદ વિરામના શ્વાસ લઈ રહ્યું છે.
રિયાલ્ટી, પાવર, કેપિટલ ગુડ્સ, એફએમસીજી સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ 1 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે સ્મોલકેપ શેર્સમાં ધીમા ધોરણે ખરીદી વધતાં ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈ ખાતે એફએમસીજી 0.41 ટકા, કેપિટલ ગુડ્સ 0.72 ટકા, રિયાલ્ટી 0.31 ટકા, પાવર 0.60 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા છે.
એનએસઈ ખાતે ટ્રેડેડ શેર્સની સ્થિતિ
(સ્રોતઃ NSE, ભાવ સમાચાર લખાયા ત્યાં સુધીના)
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.