ધનતેરસના દિવસે શેરબજારમાં ગાબડું, સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો, મેટલ-આઈટી શેર્સમાં ગાબડું
Stock Market Today: શેરબજારમાં ગઈકાલે જોવા મળેલો સુધારો આજે ધોવાઈ ગયો છે. સેન્સેક્સ પોઝિટવ ખૂલ્યા બાદ 537.67 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.34 વાગ્યે 450.30 પોઈન્ટના ઘટાડે 79554.99 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 25 સ્ક્રિપ્સ 3 ટકા સુધી ઘટાડે, જ્યારે માત્ર પાંચ સ્ક્રિપ્સ 2 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી પણ 24300ની સાયકોલોજિકલ સપાટી તોડી 24158.25ના તળિયે પહોંચ્યો હતો. જે 10.38 વાગ્યે 163.60 પોઈન્ટના કડાકે 24175.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં બેન્કિંગ શેર્સ સિવાય તમામ સેક્ટર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં.
ખાનગી બેન્કો અને નાણાકીય સંસ્થાઓના શેર્સમાં લેવાલીના ટ્રેન્ડના પગલે બેન્કેક્સ નજીવા સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. ઓઈલ એન્ડ ગેસ 1.50 ટકા, ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.35 ટકા, મેટલ 1.44 ટકા, આઈટી 1.12 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
197 શેર્સમાં લોઅર સર્કિટ
બીએસઈ ખાતે ટ્રેડેડ 3702 શેર્સ પૈકી 1469 શેર્સમાં સુધારો અને 2068 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. 96 શેર્સ વર્ષની ટોચે અને 60 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 187 શેર્સમાં અપર સર્કિટ અને 197 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. છેલ્લા એક મહિનાથી ભારે વોલેટિલિટી વચ્ચે શેરબજારમાં બે સપ્તાહના કડાકા બાદ ગઈકાલે પ્રથમ વખત સેન્સેક્સ 602 પોઈન્ટ સુધી વધી ફરી પાછો 80005 પર અને નિફ્ટી 158 પોઈન્ટ સુધરી 24339 પર બંધ રહ્યો હતો. જે છેલ્લા એક મહિનામાં ઈન્ટ્રા ડે નોંધાયેલો મહત્તમ સુધારો હતો.
એનએસઈ ખાતે ટ્રેડેડ શેર્સની સ્થિતિ