સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે નેગેટિવ ટ્રેન્ડ, માર્કેટ કેપ 450 લાખ કરોડને પાર
| ||
Stock Market Today: ભારતીય શેરબજાર આજે ફ્લેટ ખૂલ્યા બાદ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. બીજી બાજુ સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે આજે બીએસઈ માર્કેટ કેપ 10.42 વાગ્યે રૂ. 450.42 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હતું. આજે મોર્નિંગ સેશનમાં સેન્સેક્સ ગત શુક્રવારના બંધ સામે 81.6 પોઈન્ટના નજીવા ઘટાડે ખૂલ્યા બાદ 25.78 પોઈન્ટ વધી 80 હજારનું લેવલ ક્રોસ કર્યું હતું. જો કે, બાદમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં સેન્સેક્સ 200 પોઈન્ટ સુધી તૂટ્યો હતો. 10.56 વાગ્યે 136.31 પોઈન્ટ ઘટી 79860.29 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બીએસઈ માર્કેટ કેપ સતત નવી રેકોર્ડ ટોચે
બીએસઈ માર્કેટ કેપ સતત નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યું છે. આજે રૂ. 450.42 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે. નિફ્ટીની ફ્લેટ શરૂઆત બાદ 10.56 વાગ્યે 34.55 પોઈન્ટ ઘટી 24289.30 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 50માં 18 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 32 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી છે. બીએસઈ ખાતે 3954 સ્ક્રિપ્સ પૈકી 1956 શેર્સ ગ્રીન ઝોનમાં અને 1829 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ટૂંકસમયમાં જ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો જાહેર થશે. શેરબજારમાં છેલ્લા એક મહિનાથી આકર્ષક તેજી જોવા મળી છે. જે ગમે-ત્યારે વિરામ લે તેવી શક્યતા માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
મહિલાઓ ઘરમાં કેટલું સોનું રાખી શકે, શું વેચતી વખતે સરકારને ટેક્સ ચૂકવવો પડશે? જાણો શું છે નિયમો
345 શેર્સ નવી વાર્ષિક ટોચે
બીએસઈ ખાતે આજે 345 શેર્સ નવી વાર્ષિક ટોચે પહોંચ્યા છે. જ્યારે 26 શેર્સ વાર્ષિક તળિયે નોંધાયા હતા. 308 શેર્સમાં અપર સર્કિટ અને 216 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સ્મોલકેપ, મીડકેપ શેર્સમાં તેજીના પગલે આજે ફરી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. પીએસયુ સ્ટોક્સમાં પણ આકર્ષક તેજી જોવા મળી છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.