વૈશ્વિક શેરબજારોના સથવારે સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી
Stock Market Today: વૈશ્વિક શેરબજારના સથવારે આજે ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે સુધારા સાથે ખૂલ્યા બાદ આગેકૂચ કરી રહ્યા છે. Sensex એક તબક્કે 1098 પોઈન્ટ ઉછળી 80000ના લેવલ નજીક 79984.24 થયો હતો. 10.36 વાગ્યે સેન્સેક્સ 754 પોઈન્ટ અને નિફ્ટી 214.50 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.
રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી
ગઈકાલે માર્કેટ નેગેટિવ ઝોનમાં બંધ રહેતાં રોકાણકારોના 3 લાખ કરોડ ડૂબ્યા હતા. જે આજે રિકવર થતાં જોવા મળ્યા છે. સમાચાર લખાયા ત્યાં સુધી રોકાણકારોની મૂડી 4 લાખ કરોડ વધી હતી. બીએસઈ ખાતે 3740 શેર્સ પૈકી 2337માં સુધારો અને 1239માં ઘટાડો જોવા મળ્યો છે. 190 શેર્સ વર્ષની ટોચે અને 18 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા છે. 219 શેર્સમાં અપર સર્કિટ અને 169 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે.
સાર્વત્રિક લેવાલીનો માહોલ
શેરબજારમાં આજે સાર્વત્રિક લેવાલીનો માહોલ જોવા મળ્યો છે. સ્મોલકેપ અને મીડકેપમાં 0.61 ટકા અને 0.79 ટકા સુધારે ટ્રેડ થઈ રહ્યા છે. ટેક્નોલોજી અને આઈટી શેર્સમાં તેજી સાથે ઈન્ડેક્સ 1.50 ટકા સુધી ઉછળ્યા છે. પીએસયુ 0.50 ટકા, ઓટો 1.49 ટકા, રિયાલ્ટી 1.63 ટકા, પાવર ઈન્ડેક્સ 1.11 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે, અમેરિકામાં જોબલેસ અર્થાત બેરોજગારીના આંકડા અપેક્ષા કરતાં ઓછો ઘટાડો નોંધાતાં સેન્ટિમેન્ટ પોઝિટિવ બન્યા છે. ડાઉ જોન્સ 683 પોઈન્ટ અને નાસડેક 464 પોઈન્ટના ઉછાળા સાથે બાઉન્સ બેક થયા છે. જેના પગલે એશિયન બજારોમાં પણ સુધારાનું વલણ જોવા મળ્યું છે.
આજના શેર્સની સ્થિતિ
(નોંધઃ NSE, ભાવ સમાચાર લખાયા ત્યાં સુધી)