શેરબજાર ગગડ્યા, સેન્સેક્સ 460 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 25000નું લેવલ ગુમાવ્યું
Stock Market Today: વૈશ્વિક શેરબજારોના સથવારે આજે સ્થાનિક શેરબજારમાં પણ કડાકો નોંધાયો છે. સેન્સેક્સ ઘટાડે ખૂલ્યા બાદ 461.16 પોઈન્ટ સુધી તૂટ્યો હતો. જ્યારે સળંગ બે દિવસના કડાકામાં નિફ્ટીએ 25000નું લેવલ ગુમાવ્યું છે.
નેગેટિવ ટ્રેન્ડ
12.09 વાગ્યે સેન્સેક્સ 332.30 પોઈન્ટ તૂટી 81487.82 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 97.70 પોઈન્ટ તૂટી 24959.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકના કુલ 30 શેર્સ પૈકી માત્ર 7માં જ 1.10 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. અન્યના તમામ 23 શેર્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સૌથી વધુ 2.83 ટકા, નેસ્લે 1.92 ટકા, અને અદાણી પોર્ટ્સ 1.48 ટકા ઘટાડે ટ્રેડેડ હતા.
આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને આ દિવાળીએ મળશે ખુશીના સમાચાર, સરકાર ટૂંકસમયમાં કરશે જાહેરાત
289 શેર્સમાં અપર સર્કિટ, 188માં લોઅર સર્કિટ
બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ છે. કુલ ટ્રેડેડ 3911 પૈકી 1729 શેર્સ સુધારા તરફી અને 2040 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. 231 શેર્સ વર્ષની ટોચે અને 26 શેર્સ 52 વીક લો થયા છે. આ સિવાય 289 શેર્સમાં અપર સર્કિટ અને 188 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. માર્કેટની સ્થિત સમાચાર લખાયા ત્યાં સુધીની છે.
ઓટો શેર્સ ગગડ્યા
દેશનો સૌથી વધુ રૂ. 27870 કરોડની ઈશ્યૂ સાઈઝ ધરાવતો હ્યુન્ડાઈના આઈપીઓને માર્કેટ તરફથી નેગેટિવ પ્રતિસાદ મળતાં તેની અસર અન્ય ઓટો શેર્સ પર જોવા મળી હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. ઓટો શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગના પગલે ઈન્ડેક્સ 1.00 ટકાથી વધુ તૂટ્યો હતો. રૂ. 1865-1960ની ઈશ્યૂ પ્રાઈઝ ધરાવતો હ્યુન્ડાઈનો આઈપીઓ ઈશ્યૂ આજે બીજા દિવસે 12 વાગ્યા સુધીમાં 23 ટકા ભરાયો હતો. અમેરિકી શેરબજારમાં ઘટાડો અને ડોલર ઈન્ડેક્સ પણ નબળો પડતાં આઈટી શેર્સમાં પણ કડાકો જોવા મળ્યો હતો. આઈટી ઈન્ડેક્સ 0.99 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.