Get The App

ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, 309 શેર્સમાં અપર સર્કિટ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, 309 શેર્સમાં અપર સર્કિટ 1 - image


Stock Market Today: અમેરિકાના ચૂંટણી પરિણામમાં ડોનાલ્ડ ટ્રમ્પની લીડને ધ્યાનમાં લેતાં ભારતીય શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા કેટલાક દિવસની વોલેટિલિટીના અંતે આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. રોકાણકારોની મૂડીમાં પણ ચાર લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સેન્સેક્સ-નિફ્ટીની સ્થિતિ

સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 638.71 પોઈન્ટ ઉછળી 80115ના સ્તરે પહોંચ્યો હતો. જે 11.04 વાગ્યે 469.98 પોઈન્ટના ઉછાળે 79945.41 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 13 શેર્સ ઘટાડા તરફી અને 17 શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી 50 139.65 પોઈન્ટ ઉછાળે 24352.95ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે 30 શેર્સ ગ્રીન ઝોનમાં અને 20 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE ખાતે ટ્રેડેડ 3839 સ્ક્રિપ્સ પૈકી 2693 શેર્સમાં સુધારે અને 998 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 185 શેર્સ વર્ષની નવી ટોચે, જ્યારે 309 શેર્સમાં અપર સર્કિટ વાગી છે. આ સિવાય 137 શેર્સમાં લોઅર સર્કિટ અને 11 શેર્સમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું છે.

આ પણ વાંચોઃ US Election Results : અમેરિકાની ચૂંટણીના પરિણામોમાં કયા રાજ્યમાં કોણ આગળ, ગુજરાતી વસ્તી ધરાવતા રાજ્યોમાં કોણે મારી બાજી

આઈટી-ટેક્નો શેર્સમાં તેજી

ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત સાથે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આકર્ષક તેજી જોવા મળી છે. આઈટી ઈન્ડેક્સ 3.30 ટકા ઉછાળે જ્યારે ટેક્નોલોજી ઈન્ડેક્સ 2.61 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. ટેક્નોલોજી શેર્સમાં ઈન્ડસ ટાવર સિવાય તમામ 24 સ્ટોક્સમાં 5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. મેટલ ઈન્ડેક્સ 0.22 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. એનર્જી, પીએસયુ, રિયાલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછળ્યા છે.

બિટકોઈન 75 હજાર ડોલરના લેવલે પહોંચ્યો

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને ધ્યાનમાં લેતાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તોફાની તેજી આવી છે. બિટકોઈન લાંબા સમય બાદ 75000 ડોલરના લેવલે સ્પર્શ્યો છે. ટ્રમ્પની નીતિઓ ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે વધુ અનુકૂળ હોવાના અંદાજ સાથે ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોએ ખરીદી વધારી છે. બિટકોઈન 11.42 વાગ્યે 9.02 ટકાના ઉછાળે 74737 ડોલરના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એલન મસ્કનો ડોઝકોઈન 2.79 ટકા ઉછાળે 0.207 ડોલરે ટ્રેડ થઈ રહ્યો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની જીતના સંકેત વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, 309 શેર્સમાં અપર સર્કિટ 2 - image


Google NewsGoogle News