Get The App

હરિયાણામાં ભાજપની જીત નિશ્ચિત થતાં શેરબજાર ગેલમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
Sensex Nifty50


Stock Market Today: હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત થતાં સેન્સેક્સ 713.28 પોઈન્ટ ઉછળ્યો છે. રોકાણકારોની મૂડીમાં આજે 7.67 લાખ કરોડનો વધારો થયો છે.  324 શેર્સમાં અપર સર્કિટ અને 137 શેર્સ 52 વીક હાઈ થયા છે. સવારે નેગેટિવ ઝોનમાં ખૂલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી સતત વધ્યા છે. નિફ્ટીએ 25 હજારનું લેવલ પરત મેળવ્યું છે.

10.45 વાગ્યે સેન્સેક્સ 400.32 પોઈન્ટ ઉછળી 81450 પર અને નિફ્ટી 128.75 પોઈન્ટ ઉછળી 24924.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આઈટી, ટેક્નો અને મેટલ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ સુધી વધી હતી. બાદમાં સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે મેટલ સિવાય તમામ સેક્ટર્સમાં સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ LIVE: હરિયાણામાં અચાનક જ બાજી પલટાઈ, હવે ભાજપ પણ ટક્કરમાં

2973 શેર્સ ગ્રીન ઝોનમાં

બીએસઈ ખાતે ટ્રેડેડ 4041 શેર્સ પૈકી 2973 શેર્સમાં સુધારો અને 964 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. આજે 137 શેર્સ વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 105 શેર્સે વર્ષનું તળિયું નોંધાવ્યું હતું. 326 શેર્સમાં અપર સર્કિટ અને 251 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. સ્મોલકેપ શેર્સમાં 20 ટકા સુધીનો ઉછાળો નોંધાતાં ઈન્ડેક્સ 2.55 ટકા વધ્યો હતો. મીડકેપ ઈન્ડેક્સ 1.96 ટકા, પાવર ઈન્ડેક્સ 2.63 ટકા ઉછાળ્યો હતો.

ચીનના રાહત પકેજની અસર, મેટલ શેર્સમાં ગાબડું

ચીન દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવતાં મેટલ શેર્સમાં ગાબડું નોંધાયુ હતું. મેટલ શેર્સમાં કોલ ગાબડાંના પગલે ઈન્ડેક્સ 1.06 ટકા તૂટ્યો છે. કોલ ઈન્ડિયા 2.50 ટકા ઉછળ્યો હતો. તે સિવાય તમામ 10માં 4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.એનએમડીસી 3.87 ટકા, ટાટા સ્ટીલ 2.74 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ 1.85 ટકા અને જિંદાલ સ્ટીલ 1.57 ટકા તૂટ્યો છે.

હરિયાણામાં ભાજપની જીત નિશ્ચિત થતાં શેરબજાર ગેલમાં, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો 2 - image


Google NewsGoogle News