Get The App

શેરબજાર પાંચ દિવસના કડાકા બાદ આજે તેજી, સેન્સેક્સ 1100 પોઈન્ટ ઉછળ્યો, મૂડી 6 લાખ કરોડ વધી

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Stock market Investments


Stock Market Today: ભારતીય શેરબજાર સળંગ પાંચ ટ્રેડિંગ સેશનમાં ઘટ્યા બાદ આજે સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ છેલ્લા પાંચ દિવસમાં 1304.38 પોઈન્ટ તૂટ્યા બાદ આજે મોર્નિંગ સેશનમાં 600થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24500નું લેવલ વટાવી 24634.35 થયો હતો. બાદમાં બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 1249.09 પોઈન્ટ ઉછળ્યો હતો. 2.14 વાગ્યે 1146 પોઈન્ટ ઉછાળે 81 હજારનું લેવલ ક્રોસ કરી ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24818.15ની ઈન્ટ્રા ડે હાઈ સપાટી બનાવી સર્વોચ્ચ ટોચ નજીક પહોંચ્યો હતો. 2.15 વાગ્યે નિફ્ટી 387.90 પોઈન્ટ ઉછળી 24794 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી 6.73 લાખ કરોડ વધી છે. બીએસઈ ખાતે 299 શેર્સ વર્ષની ટોચે અને 418 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. એલેમ્બિક લિ., અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, ક્રોમ્પટન, એમરલેન્ડ, એરિસ ફાર્મા, ફોર્ટિસ, એમએમટીસી સહિતના શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા. 

તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં

શેરબજારમાં આજે સવારે ફરી બેન્કિંગ શેર્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું. ખાનગી સેક્ટરની બેન્કોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયુ હતું. જો કે, બાદમાં ખરીદી વધતાં ઈન્ડેક્સમાં  1 ટકાનો ઉછાળો નોંધાયો હતો.  શેરબજાર અવરિત તેજીના સાથે ઓવરવેઈટેડ થયા હતાં. જેથી સળંગ પાંચ દિવસ નોંધાયેલા કરેક્શન બાદ રોકાણકારોએ નીચા મથાળેથી ખરીદી વધારવા આજે રિકવરી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. યુરોપિયન માર્કેટ ડાઉન રહ્યા હતા, જ્યારે એશિયન બજારોમાં સુધારો જોવા મળ્યો છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.


શેરબજાર પાંચ દિવસના કડાકા બાદ આજે તેજી, સેન્સેક્સ 1100 પોઈન્ટ ઉછળ્યો, મૂડી 6 લાખ કરોડ વધી 2 - image


Google NewsGoogle News