શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું, રોકાણકારોની મૂડી 5 લાખ કરોડ ઘટી, જાણો શેર્સની સ્થિતિ
Stock Market Today: ભારતીય શેરબજારની અવિરત્ત તેજીને ધ્યાનમાં લેતાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ થયા બાદ તૂટ્યા હતા. રોકાણકારોની મૂડી 4.53 લાખ કરોડ ઘટી છે. મોટાભાગના શેરોમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું.
આજે સેન્સેક્સ 242 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 77581.46ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જે ઓલટાઈમ હાઈથી 10.30 વાગ્યા સુધીમાં 6256.59 પોઈન્ટ તૂટી 76954.87 થયો હતો. 11 વાગ્યે 79.89 પોઈન્ટના ઘટાડા સાથે 72281 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 23600નું લેવલ ક્રોસ કરી 23630.85ની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ 11 વાગ્યે 49.85 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનએસઈ ટોપ લૂઝર્સ (10.40 વાગ્યા સુધીમાં)
એનએસઈ ટોપ ગેઈનર્સ (10.41 વાગ્યા સુધીમાં)
2265 શેર્સમાં ઘટાડા તરફી વલણ
10.43 વાગ્યા સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3738 શેર્સમાંથી 1339 શેર્સ સુધારા અને 2265 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 259 શેર્સ વર્ષની ટોચે અને 14 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 208 સ્ક્રિપ્સ અપર સર્કિટ અને 158 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી.
બેન્કિંગ-ફાઈ. શેર્સ સિવાય સાર્વત્રિક વેચવાલીનો માહોલ
શેરબજારમાં આજે બેન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને પ્રાઈવેટ બેન્કોના શેર્સ સિવાય સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે સેક્ટોરલ ઈન્ડેક્સમાં રિયાલ્ટી 3.43 ટકા, ઓઈલ એન્ડ ગેસ 1.55 ટકા, મેટલ 1.30 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 1.82 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.