શેરબજારમાં શુષ્ક માહોલ, સેન્સેક્સ 200 અને નિફ્ટી 57 પોઈન્ટ ડાઉન
Stock Market Today: શેરબજારમાં આજે મોર્નિંગ સેશન શુષ્ક રહ્યું છે. વધઘટમાં સેન્સેક્સ અને નિફ્ટી 100થી 150 પોઈન્ટની રેન્જમાં અથડાઈ રહ્યા હતા. 10.30 વાગ્યે સેન્સેક્સ 207 પોઈન્ટ અને નિફ્ટી 57 પોઈન્ટ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ અને મીડકેપમાં પણ ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું છે.
હિંડનબર્ગના સેબીના ચેરપર્સન વિરૂદ્ધ આક્ષેપોના રિપોર્ટ બાદ અનેક અટકળો વચ્ચે સામાન્ય રોકાણકારો હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. સેન્સેક્સ પેકમાં ટ્રેડેડ કુલ 30 સ્ક્રિપ્સ પૈકી 11 સ્ક્રિપ્સ 2.74 ટકા ઘટાડે, જ્યારે 19 શેર્સ 1 ટકા સુધી ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. માર્કેટમાં આજે 50-50 ટ્રેન્ડ જોવા મળ્યો છે.
231 શેર્સમાં અપર સર્કિટ, 207 નવી ટોચે
બીએસઈ ખાતે 10.40 વાગ્યા સુધીમાં 231 શેર્સમાં અપર સર્કિટ, જ્યારે 165 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 207 શેર્સ વર્ષની નવી ટોચે અને 21 શેર્સ વાર્ષિક તળિયે પહોંચ્યા હતા. કુલ ટ્રેડેડ 3747 શેર્સ પૈકી 1702 શેર્સ ગ્રીન ઝોનમાં અને 1907 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જે સાવચેતીનું વલણ દર્શાવે છે.
આ પણ વાંચોઃ જુલાઇમાં રિટેલ ફુગાવો ઘટીને 3.54 ટકા : પાંચ વર્ષની નીચલી સપાટીએ
શેરબજાર આઉટલૂક
દેશમાં રિટેલ મોંઘવારીમાં ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈમાં રિટેલ ફુગાવો ઘટી પાંચ વર્ષના તળિયે 3.54 ટકા નોંધાયો છે. બીજી બાજુ રોકાણકારોએ હિંડનબર્ગના આરોપોને ફગાવી દીધા છે. જેની કોઈ અસર માર્કેટ પર જોવા મળી નથી. એશિયન બજારોમાં પણ સુધારો જોવા મળ્યો છે. સ્થાનિક સ્તરે પોઝિટિવ પરિબળો જોવા મળ્યા છે. માર્કેટ નિષ્ણાતના મતે, નિફ્ટીએ છેલ્લા 4માંથી 3 ટ્રેડિંગ સેશનમાં 24400નું લેવલ જાળવી રાખ્યું છે. જો તેનાથી ઉપર વધે તો 24700 થઈ શકે છે. સપોર્ટ લેવલ 24000 છે.
ડિસ્ક્લેમરઃ
આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.