Get The App

Stock Market: સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારા તરફી ચાલ, આ શેરો વર્ષની ટોચે પહોંચ્યા

Updated: May 6th, 2024


Google NewsGoogle News
Stock Market: સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારા તરફી ચાલ, આ શેરો વર્ષની ટોચે પહોંચ્યા 1 - image


Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટીએ આજે સુધારા સાથે સપ્તાહની શરૂઆત કરી છે. ગત શુક્રવારે બજારમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયા બાદ આજે સેન્સેક્સ 400 પોઈન્ટથી વધુ ઉછાળા સાથે 74359.69 પર પહોંચ્યો હતો. 11 વાગ્યે 305 પોઈન્ટ અને  નિફ્ટી પણ 22504 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે બીએસઈ ખાતે માર્કેટ કેપ રૂ. 404.70 લાખ કરોડ થઈ છે.

187 શેરો વર્ષની ટોચે પહોંચ્યા

બીએસઈ ખાતે આજે 11 વાગ્યા સુધીમાં 187 શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. ગુજરાત થેમીસ, હિન્દુસ્તાન મોટર્સ, જ્યોતિ લેબ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનએમડીસી સહિતના શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. ઝોમેટોનો શેર 201.95 પોઈન્ટની વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ તૂટી 195.45 થયો હતો. 21 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી છે. 11.10 વાગ્યા સુધીમાં 216 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 235 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ જોવા મળી છે.

સ્ટોક સ્પેસિફિક તેજી

બીએસઈ ખાતે 3830 પૈકી 1284 સ્ક્રિપ્સ સુધારા સાથે અને 2334 સ્ક્રિપ્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સ પેકમાં આજે કોટક બેન્ક, ટીસીએસ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક, સહિત 10 શેરો 1થી 6 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. પોઝિટીવ ત્રિમાસિક પરિણામોના પલે શેરમાં સ્ટોક સ્પેસિફિક તેજી જોવા મળી છે.

અપેક્ષા કરતાં નબળા અમેરિકી રોજગાર ડેટા, મજબૂત ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો, આર્થિક સ્થિતિમાં સુધારો, વિદેશી બજારોના સથવારે તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધવાના આશાવાદ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો છે. 

  Stock Market: સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારા તરફી ચાલ, આ શેરો વર્ષની ટોચે પહોંચ્યા 2 - image


Google NewsGoogle News