શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સ પહેલીવાર 82000, નિફ્ટી 25000ને પાર, 297 શેર્સ વર્ષની ટોચે
Stock Market: શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો માહોલ યથાવત્ જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર 82000ની સપાટી ક્રોસ કરીને નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. આજે શેરબજારની શરૂઆતમાં જ સેન્સેક્સ 82129ની સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ પહેલીવાર 25000ની સપાટીને કૂદાવી જતાં 25078ની સપાટીને સ્પર્શી ગઇ હતી.
શેરબજારમાં પ્રિ ઓપનિંગ સેશન સાથે જ સેન્સેક્સમાં આજે 387 પોઈન્ટ ઉછાળો જોવા મળ્યો હતો. જેની સાથે સેન્સેક્સ 82129 ની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફ્ટીએ પણ 121 પોઈન્ટના ઉછાળા સાથે 25078ના લેવલને સ્પર્શ કર્યું હતું. નિફ્ટી પહેલીવાર 25000ની સપાટી કૂદાવી ગઈ છે.
એનર્જી-ઓટો, હેલ્થકેર અને મીડકેપ પણ ઐતિહાસિક ટોચે
સેક્ટોરલ ઈન્ડેક્સમાં આજે સાર્વત્રિક ઉછાળા સાથે એનર્જી, ઓટો, હેલ્થકેર અને મીડકેપ ઈન્ડેક્સે પણ ઐતિહાસિક ટોચ નોંધાવી છે. 10.25 વાગ્યા સુધીમાં કુલ 297 શેર્સ વર્ષની નવી ટોચે અને 303 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ છે. બીએસઈ ખાતે 2219 શેર્સ સુધારા તરફી અને 1388 શેર્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકી ફેડ રિઝર્વે સપ્ટેમ્બરમાં વ્યાજદરોમાં ઘટાડો થવાનો સંકેત આપી ડોવિશ વલણ અપનાવ્યું હોવાની જાહેરાત કરતાં જ ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. ડોલર ઈન્ડેક્સ અને 10 વર્ષની યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો નોંધાવાની સાથે એશિયન અને યુરોપિયન બજારમાં પણ સુધારાનું વલણ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો : સોનામાં ફરી તેજીના સંકેત, આ કારણે ભાવ વધવાની સંભાવના