Get The App

Stock Market Boom: સેન્સેક્સ-નિફ્ટી આજે ફરી નવી રેકોર્ડ ટોચે, માર્કેટ કેપ ઓલટાઈમ હાઈ

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
Stock Market Boom: સેન્સેક્સ-નિફ્ટી આજે ફરી નવી રેકોર્ડ ટોચે, માર્કેટ કેપ  ઓલટાઈમ હાઈ 1 - image


Stock Market Today: ભારતીય શેરબજારોમાં તેજીનુ જોર વધ્યું છે. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી ખૂલતાંની સાથે જ નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા. બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યો છે. સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આ સાથે બીએસઈ માર્કેટ કેપએ પ્રથમ વખત 430 લાખ કરોડની સપાટી વટાવી છે.

માર્કેટમાં ઉછાળા પાછળનું કારણ

અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદર મામલે હોકિશ વલણ દર્શાવ્યું હોવા છતાં ઈક્વિટી બજારમાં તેજી જોવા મળી છે. જો કે, ગઈકાલે રિટેલ ફુગાવાના જારી આંકડાએ શેરબજારને ટેકો આપ્યો છે. રિટેલ ફુગાવો મેમાં 4.75 ટકા નોંધાયો છે. જે એપ્રિલમાં 4.80 ટકા સામે નજીવો સુધર્યો છે. બીજી તરફ ગઈકાલે એફઆઈઆઈએ 426.63 કરોડ અને ડીઆઈઆઈએ 233.75 કરોડની ખરીદી દર્શાવી હતી.

પ્રિ-ઓપન માર્કેટમાં જ સાર્વત્રિક ઉછાળા સાથે રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ સેન્સેક્સ આજે 77000ની સપાટીએ ખૂલી 538.89 પોઈન્ટ ઉછળી 77145.46ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 23481.05ની ઐતિહાસિક ટોચ નોંધાવ્યા બાદ 10.32 વાગ્યે 57.55 પોઈન્ટ સુધરી 23380.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ-મીડકેપ ઉપરાંત હેલ્થકેર, ઓટો, ટેલિકોમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયાલ્ટી ઈન્ડેક્સ પણ નવી ટોચ નોંધાવી છે.

માર્કેટ કેપ 431 લાખ કરોડ ક્રોસ

બીએસઈ માર્કેટ કેપ આજે વધુ નવી 431.17 લાખ કરોડે પહોંચ્યું છે. બીએસઈ ખાતે 10.35 વાગ્યા સુધીમાં કુલ ટ્રેડેડ 3717 શેર્સમાંથી 2336 સુધારા અને 1209 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 226 શેર્સ નવી વાર્ષિક ટોચે પહોંચવાની સાથે 255 શેર્સમાં અપર સર્કિટ વાગી હતી. 11 શેર્સ વર્ષના તળિયે અને 114 શેર્સ લોઅર સર્કિટ નોંધાઈ હતી.

બીએસઈ શેર્સની સ્થિતિ

ચેક મહિન્દ્રા, એલએન્ડટી, ટીસીએસ, નેસ્લે ઈન્ડિયા, વિપ્રોના શેર્સ 1.10 ટકાથી 1.46 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે હિન્દુસ્તાન યુનિલીવર, મારૂતિ સુઝુકી, જેએસડબ્લ્યૂ સ્ટીલ, પાવરગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર્સ 0.42 ટકાથી 1.39 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. આ ઉપરાંત સન ફાર્મા 0.24 ટકા અને એટીપીસી 0.31 ટકા ઘટ્યો છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

Stock Market Boom: સેન્સેક્સ-નિફ્ટી આજે ફરી નવી રેકોર્ડ ટોચે, માર્કેટ કેપ  ઓલટાઈમ હાઈ 2 - image


Google NewsGoogle News