શેરબજારમાં સાર્વત્રિક સુધારો, લાર્જ-સ્મોલ-મીડ કેપ ઈન્ડેક્સ આજે ફરી નવી રેકોર્ડ ટોચે
Stock Market Today: શેરબજાર આજે ફ્લેટ ખૂલ્યા બાદ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યું છે. લાર્જકેપ, સ્મોલકેપ, અને મીડકેપ શેરોની આગેકૂચ સાથે ઈન્ડેક્સમાં ફરી નવી રેકોર્ડ ટોચ નોંધાઈ છે. નિફ્ટી પણ તેની 22794.70ની રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યો છે.
સેન્સેક્સ આજે નજીવા સુધારા સાથે ખૂલ્યા બાદ 10.54 વાગ્યે 355.89 પોઈન્ટ ઉછળા સાથે 78576.95 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 103.55 પોઈન્ટ ઉછળી 22701.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં રૂ. 1.23 લાખ કરોડનો વધારો નોંધાતાં માર્કેટ કેપ આજે ફરી નવી રેકોર્ડ 417.17 લાખ કરોડ થઈ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેરબજાર 4 જૂન બાદ તેજીથી દોડશે, તેવુ નિવેદન આપતાં રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે. બીજી બાજુ યુએસ FOMC મિનિટ્સમાં વ્યાજદરો અંગે કોઈ ટીપ્પણી કરવામાં ન આવતાં નિષ્ણાતોએ ઉંચા વ્યાજદરો જળવાઈ રહે તેવી શક્યતા દર્શાવી રહ્યા છે. જ્યારે ભારતીય ઈક્વિટી માર્કેટ પ્રોત્સાહક ત્રિમાસિક પરિણામો અને ચૂંટણીના પરિણામો પર નજર રાખી ટ્રેડ થઈ રહ્યા છે.
આ ઈન્ડેક્સ આજે નવી ટોચે
ઈન્ડેક્સ |
રેકોર્ડ
ટોચ |
સ્મોલકેપ |
48229.33 |
મીડકેપ |
43402.17 |
લાર્જકેપ |
8960.94 |
ટેલિકોમ્યુનિકેશન્સ |
2773.92 |
કેપિટલ
ગુડ્સ |
69171.33 |
રિયાલ્ટી |
8092.73 |
(નોંધઃ રિયાલ્ટી ઈન્ડેક્સ વર્ષની ટોચે, સ્રોતઃ BSEIndia)
બેન્કિંગ અને પાવર શેરોમાં તેજી
બેન્કિંગ અને પાવર શેરોમાં તેજી નોંધાઈ છે. બેન્ક ઓફ બરોડા, એક્સિસ બેન્ક, એસબીઆઈ સહિતના શેરોમાં 3 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. 30 મેના રોજ એફએન્ડઓ એક્સપાયરી અને 1 જૂને એક્ઝિટ પોલ જારી થશે, જેના પગલે માર્કેટમાં ભારે વોલેટિલિટી રહેવાનો અંદાજ નિષ્ણાતો આપી રહ્યા છે. એફઆઈઆઈએ ગઈકાલે રૂ. 686.04 કરોડની વેચવાલી નોંધાવી હતી. જેની સાથે ડીઆઈઆઈએ રૂ. 961.91 કરોડની ખરીદી કરી હતી.