Get The App

શેરબજારમાં આકર્ષક ઉછાળો, નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે, સ્મોલકેપ-મીડકેપ, ઓટો સહિત આ શેરોમાં તેજી

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
શેરબજારમાં આકર્ષક ઉછાળો, નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે, સ્મોલકેપ-મીડકેપ, ઓટો સહિત આ શેરોમાં તેજી 1 - image


Stock Market Today: શેરબજાર આજે ફરી આકર્ષક ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. નિફ્ટી 50 આજે ફરી નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. જ્યારે સેન્સેક્સ પણ 511.14 પોઈન્ટ ઉછળ્યો છે. બીએસઈ માર્કેટ કેપ નવી સર્વોચ્ચ ટોચે નોંધાયું છે. બીજી બાજુ રૂપિયો ડોલર સામે 5 પૈસા સુધરી 83.53 પર ટ્રેડ થઈ રહ્યો છે. 

સેન્સેક્સ આજે 222.52 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ 11.00 વાગ્યે 522 પોઈન્ટ ઉછળી 76978ના સ્તરે પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 159 પોઈન્ટના ઉછાળા સાથે 23423.85 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીએ આજે 23441.95ની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી છે. બીએસઈ માર્કેટ કેપ 430.24 લાખ કરોડ થયુ છે. Sensex તેેની ઓલટાઈમ હાઈ 77079ની સપાટી નજીક પહોંચ્યો છે.

275 શેર્સમાં અપર સર્કિટ, 189 શેર્સ વર્ષની ટોચે

સમાચાર લખાયા ત્યાં સુધીમાં બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3746 શેર્સમાંથી 2592 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1022 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 279 શેર્સમાં અપર સર્કિટ અને 98 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 189 શેર્સ વર્ષની ટોચે અને 14 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.

સ્મોલકેપ, મીડકેપ, ઓટો, ટેલિકોમ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

આજે સ્મોલકેપ, મીડકેપ, ઓટો, ટેલિકોમ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા. સ્મોલકેપ શેરોમાં તેજીના પગલે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 50223.15ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. કુલ ટ્રેડેડ 999 શેર્સમાંથી 752 શેર્સ 13 ટકાથી વધુ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. 

ગઈકાલે વૈશ્વિક સ્તરે નબળા સંકેતો અને પ્રોફિટ બુકિંગના કારણે શેરબજારમાં રમા ફ્લેટ બંધ રહ્યા હતા. રોકાણકારો યુએસ ફેડ પોલિસીની જાહેરાત અને  અમેરિકી ફુગાવાના આંકડાઓ પર ફોકસ રાખી રહ્યા હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે. રોકાણકારોને અપેક્ષા છે કે, વર્ષના અંત સુધી ફેડ રિઝર્વ વ્યાજદરોમાં ઘટાડાની શરૂઆત કરી શકે છે. સ્થાનિક સ્તરે પણ ફુગાવાના ડેટા આજે જારી થવાના  છે. મેમાં રિટેલ ફુગાવો 4.8 ટકાના સ્તરે સ્થિર રહી શકે છે. 

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

શેરબજારમાં આકર્ષક ઉછાળો, નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે, સ્મોલકેપ-મીડકેપ, ઓટો સહિત આ શેરોમાં તેજી 2 - image


Google NewsGoogle News