Get The App

FIIની વેચવાલીને DIIનો ટેકો મળતાં શેરબજાર સુધર્યા, 316 શેર્સમાં અપર સર્કિટ

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
sensex Nifty50


Stock Market Today: શેરબજારમાં વોલેટિલિટીનો અંત આવતો જોવા મળ્યો છે. આજે સપ્તાહની શરૂઆતમાં ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ ઉછળ્યા છે. સેન્સેક્સ 549 પોઈન્ટ ઉછળી 81930.66ના લેવલે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 25131.95ની ટોચે પહોંચ્યા બાદ 11.00 વાગ્યે 123.65 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો.

205 શેર્સ વર્ષની નવી ટોચે

બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3933 સ્ક્રિપ્સ પૈકી 1957 સુધારા તરફી અને 1801 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. 205 શેર્સ વર્ષની નવી ટોચે અને 21 શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા. 316 શેર્સમાં અપર સર્કિટ અને 168 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી.

ઓક્ટોબરમાં અત્યારસુધીમાં વિદેશી રોકાણકારોએ મોટાપાયે વેચવાલી નોંધાવી હોવા છતાં તેની અસર હવે બજાર પર જોવા મળી રહી નથી. જેની પાછળનું કારણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)ની મજબૂત ખરીદી છે. રોકાણકારો હવે જારી થનારા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો અંગે સકારાત્મક વલણ ધરાવી રહ્યા છે. એફઆઈઆઈએ આ મહિને અત્યારસુધીમાં કુલ રૂ. 58394.56 કરોડની નેટ વેચવાલી નોંધાવી છે, જેની સામે ડીઆઈઆઈએ રૂ. 57792.20 કરોડની મજબૂત લેવાલીનો ટેકો કર્યો છે. 

એનએસઈ ખાતે આજના ટોપ ગેનર્સ

શેરછેલ્લો ભાવઉછાળો
WIPRO538.61.95
HDFCBANK1679.71.74
LT3542.51.72
HDFCLIFE735.151.56
COALINDIA500.61.55


એનએસઈ ખાતે આજના ટોપ લૂઝર્સ

શેરછેલ્લો ભાવઘટાડો
MARUTI12576.4-1.57
CIPLA1574.15-1.35
ULTRACEMCO11267.8-1.34
BRITANNIA5904.35-1.24
BAJFINANCE7213.45-1.21


FIIની વેચવાલીને DIIનો ટેકો મળતાં શેરબજાર સુધર્યા, 316 શેર્સમાં અપર સર્કિટ 2 - image


Google NewsGoogle News