Stock Market: સેન્સેક્સ 414 પોઈન્ટની વોલેટિલિટી સાથે નજીવા સુધારા સાથે બંધ
Stock Market Close Down: આરબીઆઈની
મોનેટરી પોલિસીની જાહેરાતો વચ્ચે આજે શેરબજારમાં શુષ્ક માહોલ જોવા મળ્યો હતો.
સેન્સેક્સ 414.19 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 20.59 પોઈન્ટ સુધારા સાથે 74248.22,
જ્યારે નિફ્ટી ફ્લેટ 0.95 પોઈન્ટ વધી 22513.70 પર બંધ રહ્યો હતો. માર્કેટ કેપ
399.35 લાખ કરોડ થઈ છે.
આરબીઆઈએ સતત સાતમી વખત રેપો રેટ 6.5 ટકાના દરે જાળવી રાખ્યો છે. તેમજ ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરતાં હાલ વ્યાજદરોમાં ઘટાડા અંગે કોઈ ઉતાવળ ન હોવાની જાહેરાત કરી હતી. જે શેરબજાર નજીકના ગાળામાં રેન્જ બાઉન્ડ થવાનો સંકેત આપે છે.
માર્કેટ
બ્રેડ્થ પોઝિટીવ
બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3948 સ્ક્રિપ્સ પૈકી 2424 શેરો સુધારા તરફી અને 1424 ઘટાડે બંધ રહ્યા હતા. 215 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 9 સ્ક્રિપ્સ વર્ષના તળિયે બંધ રહી હતી. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 18માં ઘટાડો અને 12માં સુધારો નોંધાયો હતો. જે એકંદરે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ હોવાની સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું દર્શાવે છે.
નિફ્ટી રિયાલ્ટી ઈન્ડેક્સમાં
તેજી
રેટ-સંવેદનશીલ સેક્ટર્સમાં આજે નિફ્ટી રિયાલ્ટી ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી, ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ બાદ અંતે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ઓટો, ટેક્નો, એનર્જી શેરોમાં વેચવાલી નોંધાઈ હતી.
માર્કેટ નિષ્ણાતો બેન્કિંગ
અને ફાઈનાન્સ શેરો પ્રત્યે પોઝિટીવ વલણ ધરાવે છે. આરબીઆઈ ફેબ્રુઆરી અને માર્ચમાં
લિક્વિડિટી સ્થિતિમાં સુધારો કરવા પર કામ કરી રહી છે. લોનના વ્યાજદરો જળવાઈ રહેતાં
રિયાલ્ટી સેક્ટર પણ તેજીમાં આવે તેવી શક્યતાઓ છે.