શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 69,500ની ઉપર, નિફ્ટી 21000થી માત્ર 50 પોઈન્ટ દૂર ખુલ્યું

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 69,500ની ઉપર, નિફ્ટી 21000થી માત્ર 50 પોઈન્ટ દૂર ખુલ્યું 1 - image


Image Source: Twitter

- આજે BSEનો સેન્સેક્સ 238.79 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઉછાળા સાથે 69,534 ના સ્તર પર ખુલ્યો

નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર 2023, બુધવાર

Stock Market Opening: સ્થાનિક શેરબજારમાં નવા શિખરો સર કરવાનો સિલસિલો યથાવત છે. બીએસઈ સેન્સેક્સ, એનએસઈનો નિફ્ટી બેંક નિફ્ટી આ તમામ ઓલ-ટાઈમ હાઈ રેકોર્ડ લેવલ પર ખુલ્લા છે. ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે અને સતત ત્રીજા દિવસે બજાર રેકોર્ડ હાઈ પર ઓપનિંગ કરવામાં સફળ રહ્યું છે. સ્થાનિક રોકાણકારો તો ખરીદી કરી જ રહ્યા છે એ સાથે એફઆઈઆઈનો વિશ્વાસ પણ શેરબજાર પર યથાવત છે અને તેઓ શેર માં રોકાણ કરી રહ્યા છે.

ભારતીય શેર બજારનું ઓપનિંગ

શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે BSEનો સેન્સેક્સ 238.79 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઉછાળા સાથે 69,534 ના સ્તર પર ખુલ્યો છે. NSE નો નિફ્ટી 95.65 પોઈન્ટ અથવા 0.46 ટકાના શાનદાર ઉછાળા સાથે 20,950 ના સ્તર પર ખુલ્યુ છે. આમ 21000ના ઐતિહાસિક લેવલથી માત્ર 50 પોઈન્ટ દૂર ખુલ્યુ છે. 

અદાણી શેરોનું ધમાકેદાર પ્રદર્શન યથાવત

અદાણી ગ્રૂપના શેર સતત ત્રીજા દિવસે ધમાકેદાર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. અદાણી પોર્ટ્સ ઓપનિંગ સાથે જ NSE પર 4.50%નો ઉછાળો છે અને NSE પર જ અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 5%ની જોરદાર તેજી હતી. અદાણી એનર્જી સોલ્યુશન્સમાં લગભગ 14%નો બમ્પર ઉછાળો છે અને તે NSE પર રૂ. 1,234.20 પર ટ્રેડ કરી રહ્યો છે.

બેંક નિફ્ટીમાં તોફાની તેજીનો સિલસિલો યથાવત હતો અને ઓપનિંગમાં રેકોર્ડ હાઈ પર લેવલ બતાવ્યું હતું. ત્યારબાદ થોડી પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી. બેંક નિફ્ટી આજે 47256 પર ખુલ્યો હતો. તેણે ઓપનિંગના 10 મિનિટની અંદર જ 47259ની ઊંચી સપાટી અને 46847ની નીચલું સ્તર દર્શાવી દીધુ હતું. બેંક નિફ્ટીના 12 માંથી 5 શેર હવે તેજી પર છે અને 7 શેરો માં ઘટાડો નોંધયો છે. તેનો ટોપ ગેનર હજુ પણ IDFC ફર્સ્ટ બેંક છે અને તેમાં 1%થી વધુનો ઉછાળો બન્યો છે. 


Google NewsGoogle News