ઈતિહાસમાં પ્રથમ વખત શનિવારે શેરબજાર ચાલુ રહેશે, જાણો કેમ લેવાયો નિર્ણય

BSE અને NSEએ આવતીકાલે શનિવારે પણ શેરબજાર ચાલુ રાખવાનો નિર્ણય લીધો

NSEએ સર્ક્યુલર બહાર પાડી સમય, સેશન સહિતની તમામ માહિતી આપી

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
ઈતિહાસમાં પ્રથમ વખત શનિવારે શેરબજાર ચાલુ રહેશે, જાણો કેમ લેવાયો નિર્ણય 1 - image

Stock Market Open on Saturday : બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) આવતીકાલે શનિવારે શેર બજાર ચાલુ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સામાન્ય રીતે શેર બજારમાં શનિવારે અને રવિવારે રજા હોય છે, જોકે કાલે પણ ટ્રેડિંગ કરી શકાશે. એનએસઈ અને બીએસઈએ જણાવ્યું છે કે, 20 જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લુ રહેવાનું છે, જેમાં તમે ટ્રેડિંગ પણ કરી શકશો. એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (Intraday) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે. આ બંને સ્ટોક એક્સચેન્જો પર આવતીકાલે નાના-નાના 2 સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે.

સ્ટોક માર્કેટ શનિવારે ખુલ્લુ કેમ રહેશે?

ઈતિહાસમાં પ્રથમ વખત શનિવારે શેર બજાર ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. નવા વર્ષે આ ટ્રેડિંગ સેશનથી સ્ટોક એક્સચેન્જ ડિજાસ્ટર રિકવરી (DR) સાઈટનું ટ્રાયલ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રતિકૂળ સંજોગોમાં, અડચણ વગર ટ્રેડિંગ ચાલુ રાખવાનો છે. તેનો હેતુ માર્કેટ અને રોકાણકારો વચ્ચે સ્થિરતા યથાવત્ રાખવાનો છે.

આવતીકાલે કેટલા વાગે ખુલશે માર્કેટ?

એનએસઈના સર્ક્યુલર મુજબ શનિવારે 2 સ્પેશિયલ સેશન યોજાશે. સવારે 9:15 કલાકે પ્રથમ લાઈવ સેશન શરૂ કરાશે, જે 15 મિનિટનું હશે અને 10.00 વાગ્યે સમાપ્ત થઈ જશે. તેનું ટ્રેડિંગ પ્રાઈમરી વેબસાઈટ પર કરાશે. 11:30 કલાકે બીજું સેશન શરૂ થશે, જે એક કલાકનું હશે. જ્યારે બપોરે 12:40 કલાકથી 12:50 સુધી પ્રી ક્લોજિંગ રાખવાનો નિર્ણય કરાયો છે.


Google NewsGoogle News