કોરોનાની એન્ટ્રી થતા જ સ્ટોક માર્કેટ ક્રેશ? રોકાણકારોના 9 લાખ કરોડ સ્વાહા, આ 4 કારણોને લઈને શેરબજારમાં હાહાકાર

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
કોરોનાની એન્ટ્રી થતા જ સ્ટોક માર્કેટ ક્રેશ? રોકાણકારોના 9 લાખ કરોડ સ્વાહા, આ 4 કારણોને લઈને શેરબજારમાં હાહાકાર 1 - image

શેરબજારમાં બુધવારે રેકોર્ડબ્રેક વધારો અને રેકોર્ડબ્રેક ઘટાડો થોડા જ કલાકોમાં જોવા મળ્યો. સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા બાદ તેજીથી ધડામ થઈ ગયા. આ મોટા ઘટાડાનું કારણ લાંબા સમય બાદ કોવિડ-19ના કેસમાં વધારો મનાઈ રહ્યું છે. 24 કલાકમાં 614 નવા કોરોનાના કેસ લોકો જ નહીં પણ શેરબજારને પણ ડરાવી દીધું. ત્યારે, વિદેશી રોકાણકારો (FII)એ ભારતીય શેરબજારથી મોટી રકમ ઉપાડી લીધી. આ વચ્ચે સ્ટૉક માર્કેટમાં બુધવારે રોકાણકારોના 9.1 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા.

20 ડિસેમ્બરે ટોપ 30 શેર વાળા Sensex 931 પોઈન્ટ અથવા 1.30 ટકાનો ઘટીને 70,506 પર બંધ થયો, જ્યારે NSE બેન્ચમાર્ક 303 પોઈન્ટ અથવા 1.41 ટકા ઘટીને 21,150 પર બંધ થયો. સેન્સેક્સના 30માંથી 30 શેરમાં ઘટાડો થયો, જ્યારે Auto, Metal, બેંક નિફ્ટી (Bank Nifty) અને સર્વિસ સહિત લગભગ તમામ સેક્ટરમાં વેચાણ જોવા મળ્યું. આ મોટા ઘટાડાના કારણે BSE M-Capના લગભગ 9.1 લાખ કરોડ રૂપિયા ડુબી ગયા. સેન્સેક્સના 3,921 શેરમાંથી 3,178 શેરમાં ઘટાડો અને 657 શેરમાં તેજી રહી, જ્યારે 86 સ્ટોક અપરિવર્તિત રહ્યા.

શા માટે શેરબજારમાં આવ્યો કડાકો?

24 કલાક દરમિયાન કોરોનાના નવા વેરિયન્ટના 614 નવા કેસ નોંધાયા, જેણે સ્ટોક માર્કેટને ડરાવી દીધું. ત્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારથી 600 કરોડ રૂપિયાથી વધુની રકમ ઉપાડી લીધી, જેના કારણે ઝડપથી શેરોમાં સ્ટોક પ્રોફિટ બુક શરૂ થઈ ગયું. ત્યારે, ડોમેસ્ટિક સંસ્થાઓએ અંદાજિત 294 કરોડ રૂપિયાની ખરીદી કરી. આ સિવાય બેંક, મેટલ અને ઑટો સ્ટોકમાં સૌથી વધુ ઘટાડાથી શેર બજારમાં પ્રેસ આવી ગયું.

ચાર મોટા કારણો

1. 24 કલાકમાં કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા.
2. વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં 600 કરોડ રૂપિયા ઉઠાવ્યા.
3. બેંક, મેટલ અને ઓટો સેક્ટર્સમાં મોટો ઘટાડો.
4. બજારમાં સતત પ્રોફિટ બુક પણ કારણ રહ્યું.

રોકાણકારોના 9.1 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

જેમ કે BSE M-Capના અનુસાર, રોકાણકારોની સંપત્તિ ગત સત્રમાં નોંધાયેલા 359.11 લાખ કરોડના મુલ્યાંકનની તુલનામાં 9.11 લાખ કરોડ રૂપિયા ઘટીને 350.01 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એલ & ટી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ, એસબીઆઈ અને એનટીપીસી જેવા ફ્રન્ટલાઈન શેરોમાં પણ મોટો ઘટાડો નોંધાયો. સેન્સેક્સમાં આ ઘટાડાના કારણે બીએસઈ પર 28 સ્ટોક 52 અઠવાડિયાના નિચલા સ્તરે પહોંચી ગયા.

નવી ટોચ પર પહોંચી ગયું શેરબજાર

ઉલ્લેખનીય છે કે, બુધવાર બપોર સુધી તેજી યથાવત્ રહી. શરુઆતી વેપારમાં Sensex લગભગ 450 પોઈન્ટની તેજી લેતા પોતાના નવા ઓલ ટાઈમ હાઈ 71,913ના લેવલ પર પહોંચી ગયો હતો. કંઈક એવા જ હાલ નિફ્ટીના પણ રહ્યા, જે શરૂઆતી વેપારમાં 21,593ના સ્તરે પહોંચી ગયો હતો. જોકે બાદમાં બંનેમાં ઘટાડો નોંધાયો હતો.



Google NewsGoogle News