Get The App

સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યા, રોકાણકારોની મૂડી 2 લાખ કરોડ વધી

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યા, રોકાણકારોની મૂડી 2 લાખ કરોડ વધી 1 - image


Stock Market News: વૈશ્વિક બજારો અને પોઝિટીવ ત્રિમાસિક પરિણામોના સથવારે ભારતીય શેરબજારો આજે ફરી સુધારા તરફી કારોબાર થઈ રહ્યા છે. સેન્સેક્સ સવારે 129 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ વધી 75000નું લેવલ ક્રોસ કરતાં રેકોર્ડ હાઈ નજીક પહોંચ્યો હતો. 10.30 વાગ્યે 281.27 પોઈન્ટ સુધરી 74952.55 અને નિફ્ટી50 89.25 પોઈન્ટ સુધરી 22732.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 22800ના લેવલ તરફ આગેકૂચ કરી રહ્યો છે.

230 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ

બીએસઈ ખાતે સવારના ટ્રેડિંગ સેશનમાં ટ્રેડેડ 232 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને 147 સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 203 શેરો વર્ષની ટોચે અને 20 શેરો વર્ષના તળિયે પહોંચ્યા હતા. 2110 સ્ક્રિપ્સ સુધારા તરફી અને 1349 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. માર્કેટ કેપ 10.43 વાગ્યે રૂ. 1.83 લાખ કરોડ વધી 408.30 લાખ કરોડ થઈ હતી.

સેન્સેક્સ પેકના શેરોમાં 4 ટકા સુધીનો ઉછાળો

સેન્સેક્સ પેકની 30 પૈકી 20 સ્ક્રિપ્સ મોર્નિંગ સેશનમાં 4 ટકા સુધી ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.93 ટકા, ટાટા મોટર્સ 1.80 ટકા, એશિયન પેઈન્ટ્સ 1.29 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે. જ્યારે ટાટા સ્ટીલ 0.93 ટકા, ટેક મહિન્દ્રા 0.87 ટકા, એનટીપીસી 0.55 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહી છે. આજે મેઈન બોર્ડ ખાતે જેએનકે ઈન્ડિયાના આઈપીઓએ  રૂ. 415ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 620ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યા બાદ 10.36 વાગ્યા સુધીમાં 63.22 ટકા પ્રીમિયમે 677.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે 709.85ના સર્વોચ્ચ સ્તરથી રોકાણકારોને 71 ટકા રિટર્ન આપવામાં સફળ રહ્યો હતો.

નિષ્ણાતોની નજરે માર્કેટ તેજીમાં

માર્કેટ એનાલિસ્ટ પોઝિટીવ માર્કેટ બ્રેડ્થને ધ્યાનમાં લેતાં બુલિશ વલણ જોઈ રહ્યા છે. નિફ્ટી અને સેન્સેક્સ નવી રેકોર્ડ ટોચ બનાવે તેવી સંભાવના છે. ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સને નીચા મથાળેથી ખરીદી કરવા સલાહ આપી રહ્યા છે. માર્કેટની તેજીમાં એકાદ-બે કરેક્શન જોવા મળી શકે છે. પરંતુ એકંદરે માર્કેટ તેજીમાં છે.

  સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ટોચ નજીક પહોંચ્યા, રોકાણકારોની મૂડી 2 લાખ કરોડ વધી 2 - image


Google NewsGoogle News