Get The App

Budget 2024: સેન્સેક્સ 893 પોઈન્ટની વોલેટિલિટીના અંતે ફ્લેટ રહ્યો, રિયાલ્ટી-FMCGમાં ઉછાળો

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
Budget 2024: સેન્સેક્સ 893 પોઈન્ટની વોલેટિલિટીના અંતે ફ્લેટ રહ્યો, રિયાલ્ટી-FMCGમાં ઉછાળો 1 - image


Stock Market Closing Bell: નાણામંત્રીએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ 2025 મધ્યમવર્ગ, ખેડૂત અને મહિલા સશક્તિકરણલક્ષી રહ્યું છે. બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાતના પગલે સેન્સેક્સ અને નિફ્ટી ભારે ઉથલપાથલના અંતે ફ્લેટ બંધ રહ્યા હતા. એફએમસીજી, રિયાલ્ટી, ઓટોમાં આકર્ષક ખરીદી જોવા મળી હતી. એફએમસીજી ઈન્ડેક્સ 2.91 ટકા, ઓટો 1.75 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 2.47 ટકા, રિયાલ્ટી 3.69 ટકા ઉછળ્યો છે. જ્યારે પાવર, મેટલ, કેપિટલ ગુડ્સ, એનર્જી, પીએસયુ શેરોમાં કડાકો નોંધાયો હતો.

સેન્સેક્સ ઈન્ટ્રા ડે 892.58 પોઈન્ટની વોલેટિલિટીના અંતે માત્ર 5.39 પોઈન્ટ ઉછળી 77505.96 પર બંધ રહ્યો હતો. નિફ્ટી50 26.25 પોઈન્ટ ઉછળી 23482.15 પર બંધ રહ્યો હતો. માર્કેટમાં એકંદરે ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડી 26 હજાર કરોડ ઘટી હતી. IT શેરોમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો.

229 શેરમાં લોઅર સર્કિટ

ઓઈલ એન્ડ ગેસ, પાવર, એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 229 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. જ્યારે 72 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતા. બીએસઈ પર કુલ ટ્રેડેડ 4037 શેર પૈકી 2084માં સુધારો અને 1826 શેર તૂટ્યા હતા. કેન્દ્ર સરકારના વિકસિત ભારત 2047 મિશનને ધ્યાનમાં રાખી કરાયેલી જાહેરાતોના પગલે રિયાલ્ટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી શેરોમાં તેજી નોંધાઈ હતી. મધ્યમવર્ગ માટે 12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીંની જાહેરાતે પ્રજાને રાહત આપી છે. જો કે, કેપિટલ ગેઈનમાં રિબેટ ન મળવાની જોગવાઈ અંગે હાલ અનિશ્ચિતતાઓ હોવાથી રોકાણકારોએ આજે થોભો અને રાહ જુઓની સ્થિતિ અપનાવી હતી.

ફાઈનાન્સિયલ ઈકોસિસ્ટમ મજબૂત બનશે

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તપન રેએ જણાવ્યું હતું કે, 'કેન્દ્રીય બજેટ 2025 ગિફ્ટ સિટી આઈએફએસસીને ગ્લોબલ ફાઇનાન્શિયલ હબ બનાવવા માટેની સરકારની કટીબદ્ધતાને મજબૂતાઇથી દર્શાવે છે. સૂચિત કરવેરા પ્રોત્સાહનો અને નિયમનકારી સરળતાઓ વૈશ્વિક રોકાણકારો, ફંડ મેનેજર્સ અને વ્યવસાયોને આકર્ષશે, જેનાથી ભારતની ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમ મજબૂત બનશે. આ પગલાંથી ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાંકીય ક્ષેત્રે સ્પર્ધાત્મક અને વ્યવસાયો માટેના અનુકૂળ સ્થળ બનવા માટે સજ્જ છે. તે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીઝ ક્ષેત્રમાં ભારતના વિકાસને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.'

છેલ્લા છ બજેટમાં ત્રણ વખત સેન્સેક્સ નેગેટિવ રહ્યો

નાણાકીય વર્ષબંધ
2020-21-987 પોઈન્ટ
2021-22+2314 પોઈન્ટ
2022-23+848 પોઈન્ટ
2023-24+158 પોઈન્ટ
2024-25-106 પોઈન્ટ
2025-26+5 પોઈન્ટ

Budget 2024: સેન્સેક્સ 893 પોઈન્ટની વોલેટિલિટીના અંતે ફ્લેટ રહ્યો, રિયાલ્ટી-FMCGમાં ઉછાળો 2 - image


Google NewsGoogle News